મહીસાગર : મહીસાગર જિલ્લામાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. લુણાવાડા તાલુકાના વિરણીયા ગામે અંગત અદાવતમાં એક યુવાનનું મોત નીપજયું છે. લુણાવાડા તાલુકાના વિરણીયા ગામે અંગત અદાવતમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. CNG પેટ્રોલ પંપ સામે મહીસાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહીસાગર પોલીસે નજીકના ગામ પાસેથી 2 આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.જેમાં આરોપીઓએ ગડદા પાટુ અને લાકડીથી માર મારવાના કારણે યુવકનું મોત નીપજયું હતું.
લુણાવાડા ધારાસભ્ય હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં : મજૂરી કામે આવેલા મજૂરોએ સ્થાનિક યુવાનની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હત્યા કરી અંધારાનો લાભ લઈ આરોપીઓ ખેતરોમાં થઈ નાસી છૂટયા હતા. સમગ્ર ધટનાની જાણ લુણાવાડા પોલીસને થતા લુણાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને યુવાનનો મૃતદેહને 108 મારફતે લુણાવાડા સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સાથે લુણાવાડા વિધાનસભાના ધારાસભ્યના ગામમાં ઘટના બનતા લુણાવાડા ધારાસભ્ય પણ લુણાવાડા સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ લુણાવાડા પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. મહીસાગર પોલિસે નજીકના ગામ પાસેથી 2 આરોપીની અટકાયત કરી છે.
મહીસાગર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ગઇકાલે કાંતિભાઈ શનાભાઇ ખાંટ પોતાની બોલેરો ગાડી મૂકવા માટે ગયેલા, અને તે વખતે ગાડી કેમ મૂકી છે તે બાબતે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કામ કરતાં મજૂરો વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ શનાભાઇએ આ કામના રાજુભાઈને ગલ્લા પરથી બોલાવેલા, અને રાજુભાઈ સાથે કાંતિભાઈ ફરી ત્યાં ગયેલા, તે વખતે પણ માથાકૂટ આ લોકોએ કરેલી અને ત્યાર બાદ આ મરણ જનાર સંજયભાઈ મોતીભાઈ ખાંટ ત્યાં ગયેલા તે વખતે આ વચ્ચે ઝગડો થયેલો અને મારમારી થયેલી તે દરમ્યાન જે સંજયભાઈનું મોત નીપજેલું. તેઓને અહિયાં લૂણેશ્વર લાવતા જાણ થતાં પીઆઇ નિનામા સ્થળ પર તાત્કાલિક પહોંચી ગયેલા અને આ ઘટનાની તપાસ કરેલી. તે દરમ્યાન આ ગુનામાં સંડોવાયેલા મજૂરો ક્યાંક ભાગી ગયેલા, જેથી મહીસાગર પોલીસ અધિક્ષક જાડેજાએ સૂચના કરતાં એસઓજી-એલસીબી PI ના માણસો થતાં લુણાવાડા ટાઉનના પોલીસ કર્મચારી ટીમ બનાવીને આરોપીની પોલીસ તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન મોડી રાત્રે આરોપીઓને શોધી કાઢવામાં આવ્યા હતા. આરોપીઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. આ કામે આગળની તપાસ પીઆઈ નિનામા કરી રહ્યા છે. આ કામના બે આરોપી છે નુરૂભાઇ ચરપોટ અને શાંતિલાલ વસૈયા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ આરોપી છે.મૃતકને ઢીક માર મારવામાં આવેલ છે. અને ત્યાં પથરાળ જમીન છે ત્યાં પડી જવાથી અને ઉપર કુદકા મારવાથી, જોરથી પડી દેવાથી ઇજા થવાને કારણે મરણ ગયેલ છે.. પી.એસ.વળવી ( ડીવાયએસપી )
પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી : મહીસાગર જિલ્લા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલીક ઝડપી પાડવા સૂચના કરતાં LCB-SOG ના સ્ટાફના માણસોએ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. જે દરમ્યાન LCB સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે આ ગુનાના આરોપીઓને ઘટના સ્થળથી થોડે દૂર ખેતર વિસ્તારમાંથી પોલીસે કોર્ડન કરી ઝડપી લીધા હતા. અને આરોપીઓ વિરુદ્ધ લુણાવાડા પો.સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.