મહિસાગર જિલ્લાની અને વડોદરા મુકામે અભ્યાસ કરતી સગીરાને ઝાલોદના કસ્બા વિસ્તારમાં રહેતો અરબાઝ ખાન પઠાણ ફોસલાવીને ભગાડી ગયો હતો. આમ જેહાદી તત્વો દ્વારા હિન્દુ સમાજને નીચું દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. સગીર યુવતીને પ્રલોભોન આપી વિધર્મી યુવક ભગાડી જતા યુવતીના પરિવાર સહિત હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ભભૂકી રહી છે.
હિન્દુ સમાજને નીચું જોવડાવાનો પ્રયાસ કરનાર વિધર્મી યુવકને ઝડપી પાડવા તેમજ હિન્દુ સગીર યુવતીને તેના વાલીને પરત સોપવા આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે, તેમજ જેહાદી તત્વો સામે કાર્યવાહી કરવાની રજૂઆત સાથે દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરને આવેદનપત્ર આપી વિવિધ રજૂઆતો કરી હતી. આ રજૂઆત દરમિયાન યોગ્ય કાર્યવાહી કરવા તેમજ વડોદરા પોલીસને જરૂરી જાણકારી આપવાનું આશ્વાસન રજૂઆત કર્તાઓને આપવામાં આવ્યું હતું.