મહિસાગર: જિલ્લા પંચાયત વહીવટી તંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ ગ્રામપંચાયતના સરપંચો, તલાટી કમ મંત્રીઓ તેમજ તાલુકા પંચાયતના અધિકારી અને કર્મચારીઓના સહયોગથી ગ્રામપંચાયતોને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લાના કુલ 717 ગામોમાં 33780 લીટર સોડીયમ હાઇપોક્લોરાઇડ પ્રવાહીનો છંટકાવ કરીને ગામોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લાના વિવિધ સખીમંડળ દ્વારા બનાવવામાં આવેલા 1,23,260 માસ્કનું ગામમાં મનરેગાના કામો, બેંક તેમજ જાહેર વિતરણ સ્થળો પર વિતરણ કરવામાં આવ્યુ હતું.