ETV Bharat / state

લુણાવાડા ખાતેથી મુખ્યપ્રધાન મહિલા ઉત્કર્ષ યોજનાનો ગાંધીનગરથી ઇ-શુભારંભ કરાયો

વડાપ્રધાનના 70માં જન્મદિસ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાંચ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ કરી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેમાં લુણાવાડા ખાતેથી મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાયો હતો અને આ યોજનાનો ગાંધીનગરથી વિજય રૂપાણી દ્વારા ઇ-શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

લુણાવાડા ખાતેથી મુખ્યપ્રધાન મહિલા ઉત્ક્ર્ષ યોજનાનો પ્રારંભ, ગાંધીનગરથી ઇ-શુભારંભ કરાવ્યો

author img

By

Published : Sep 18, 2020, 12:55 PM IST

મહીસાગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70 માં જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત ધારા તરીકે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉજવવાનો નિર્ણય કર્યો હતો.

જેના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજયની લાખો બહેનોના આત્મ નિર્ભરતાના સ્વમાનભેર જીવવાના સપના પૂર્ણ કરી નાના વ્યવસાયો ગૃહ ઉદ્યોગ શરૂ કરી પોતાનું કૌવત કૌશલ્યન અને સપના સાકાર કરવાની તક પુરી પાડવા માટે મુખ્યપ્રધાન મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ-શુભારંભ કરાવ્યો હતો. રાજયની મહિલાઓને નવ સશક્તિકરણ સાથે સક્ષમ બનાવવા રાજય સરકાર પ્રતિબદ્ધ હોવાનુ સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર કહ્યું હતું.

લુણાવાડા ખાતેથી મુખ્યપ્રધાન મહિલા ઉત્ક્ર્ષ યોજનાનો પ્રારંભ, ગાંધીનગરથી ઇ-શુભારંભ કરાવ્યો
લુણાવાડા ખાતેથી મુખ્યપ્રધાન મહિલા ઉત્ક્ર્ષ યોજનાનો પ્રારંભ, ગાંધીનગરથી ઇ-શુભારંભ કરાવ્યો

રાજય સહિત મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા ખાતે મુખ્યપ્રધાન મહિલા ઉત્કર્ષ યોજનાનો પ્રારંભ કરાવતાં જિલ્લાની મહિલા સ્વસહાયતા જૂથોને વડોદરા અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે, સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક અને જિલ્લા કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, લીડ બેન્ક મેનેજર, DLAM, અગ્રણીઓ, વિવિધ મહિલા સ્વસહાય જૂથની બહેનો ઉપસ્થિતિમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના નવ મહિલા સ્વસહાયતા જૂથોને બેન્ક દ્વારા JLESG ગૃપને લોન મંજૂરીના પત્રો આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં પ્રથમવાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલા માટેની આ યોજના શરૂ કરી છે. જેમાં રાજ્યની 10 લાખથી વધુ મહિલાને ઝીરો ટકા વ્યાજે લોન-ધિરાણ પ્રાપ્ત થશે. તેમજ કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક જીવન શૈલીમાં મહિલા શક્તિ આત્મનિર્ભરતાનો નવો માર્ગ ખોલનારી બની રહેશે તેમ જણાવ્યું હતું.

ધારાસભ્ય જીગ્નેશ સેવકે જણાવ્યુ કે, આ યોજનામાં પ્રત્યેક મહિલાઓને નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કર્યા વગર વ્યાજની લોન/ધિરાણ મળશે. કોરોના પછીની પરિસ્થિમતિમાં માતા-બહેનોને ઘર-પરિવારનો આર્થિક આધાર બનવા નાના માણસની મોટી લોનનો મુખ્ય પ્રધાનનો ધ્યેય સાકાર થશે તેમ જણાવ્યુ હતું.

સ્વાગત પ્રવચન કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે જણાવ્યુ કે, કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક જીવન શૈલીમાં મહિલાઓ માટે આત્મ નિર્ભરતાનો માર્ગ ખૂલ્લો કરવા મુખ્યપ્રધાન મહિલા ઉત્કર્ષ યોજના ઉપયોગી બની રહેશે. તેમ જણાવી મુખ્યપ્રધાન મહિલા ઉત્કર્ષ યોજનાની વિગતો આપી ગ્રામીણ વિસ્તા‍રોમાં યોજનાનું અમલીકરણ ગ્રામ વિકાસ વિભાગના ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની દ્વારા કરવામાં આવશે.

જયારે શહેરી વિસ્તાણરોમાં શહેરી વિકાસ વિભાગનું ગુજરાત અર્બન લાઇવલી હૂડ મિશન અમલીકરણ કરશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે કિસાન માધ્યમિક વિધ્યાયની મૈત્રી મહિલા સશકિ્તકરણને ઉજાગર કરતા પ્રયાસોની પ્રસ્તુતિ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.