ETV Bharat / state

લુણાવાડા પેટાચૂંટણી: 21 ઓક્ટોબરે જામશે ત્રિપાંખીયો જંગ, છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાયા - મહીસાગર જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ

લુણાવાડા: આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહીસાગર જિલ્લામાં 122-લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી-2019 અંતર્ગત આ બેઠકમાં રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. દરેક પાર્ટી જીતવા માટેની તડામાર તૈયારી કરી રહી છે. ત્યારે આજે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવક અને કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ જાહેર થયા છે. તો વળી ત્રીજા ઉમેદવાર તરીકે એનસીપીના ભરતભાઇ પટેલનું નામ ફાઈનલ થયું છે.

lunawada election
author img

By

Published : Oct 3, 2019, 7:31 PM IST

આપને જણાવી દઈએ કે, કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા પંચાયતના સભ્ય છે, જે આગાઉ ભાજપમાંથી ચૂંટાયેલા છે અને ભાજપ છોડી હવે કોંગ્રેસમાં સામેલ થયા છે. તેઓ મહીસાગર જિલ્લા પચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન હતા. તેમણે 4 દિવસ અગાઉ આરોગ્ય સમિતિમાંથી રાજીનામુ મૂક્યું છે. જ્યારે જીજ્ઞેશ સેવક મહીસાગર જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ છે અને વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે. જ્યારે એનસીપીના ઉમેદવાર ભરતભાઇ પટેલ લુણાવાડા તાલુકાનાં વરધરીના વતની છે.

છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચાયા

વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટ ઉમેદવાર ભુલાભાઈ પટેલે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. ખાનપુર એપીએમસી ચેરમેન ભુલાભાઈ પટેલે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશભાઈ સેવકના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યુ છે. ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલિવાડ, જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી.પટેલ, અગ્રણી મુકેશભાઈ શુક્લએ ભૂલાભાઈ પટેલને સમજાવતા તમામ અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા પેટાચૂંટણી જંગમાં ત્રણ મુખ્ય પાર્ટીના ઉમેદવાર વચ્ચે હવે જંગ જામશે.

અહીં ઉલ્લેખનીય છે કે, આગામી 21 ઓક્ટોબરના સમગ્ર દેશમાં 64 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે લુણાવાડામાં પણ આ જ તારીખે પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરના રોજ આવશે.

Intro:ok by desk
લુણાવાડા -
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહીસાગર જિલ્લામાં 122 લુણાવાડા વિધાનસભા પેટા ચૂંટણી-2019 અંતર્ગત
ચૂંટણીમાં લુણાવાડા વિધાનસભા બેઠક માટે રાજકીય ગતિવિધિ વધી ગઈ છે. દરેક પક્ષો જીતવાની તડામાર તૈયારી શરૂ કરી છે.
ત્યારે ભાજપના તેમજ કોંગ્રેસના ઉમેદવારોમાં ભાજપના ઉમેદવાર છે જીજ્ઞેશ સેવક અને કોંગ્રેસનાં ઉમેદવાર ગુલાબસિંહ
ચૌહાણ જાહેર થયા છે. કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા પંચાયતના સભ્ય છે જે ભાજપા માંથી
ચૂંટાયેલા છે અને ભાજપા છોડી કૉંગ્રેસમાં સામેલ થયા છે. મહીસાગર જિલ્લા પચાયતમાં આરોગ્ય સમિતિના ચેરમેન હતા. 4
દિવસ અગાઉ આરોગ્ય સમિતિમાંથી રાજીનામુ મૂક્યું છે અને વિરણીયાના રહેવાસી છે અને ઓબીસી ઉમેદવાર છે.જીજ્ઞેશ સેવક,
મહીસાગર જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ છે અને લુણાવાડાના વતની છે અને વર્ષોથી ભાજપા સાથે જોડાયેલ છે.
જ્યારે એનસીપીના ઉમેદવાર ભરતભાઇ પટેલ લુણાવાડા તાલુકાનાં વરધરીના વતની છે.
Body: આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે લુણાવાડા વિધાનસભા બેઠક માટે મહીસાગર લુણાવાડા
વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટ ભુલાભાઈ પટેલે ઉમેદવારી પરત ખેંચીછે. ખાનપુર એપીએમસી ચેરમેન ભુલાભાઈ પટેલે ભાજપના ઉમેદવાર જીજ્ઞેશભાઈ સેવકના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યુ છે, ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલિવાડ, જિલ્લા ભાજપ પ્રમુખ જે.પી.પટેલ, અગ્રણી મુકેશભાઈ શુક્લએ ભૂલાભાઈ પટેલને સમજાવતા જેથી તમામ
અપક્ષે ઉમેદવારી પરત ખેંચતા પેટાચૂંટણી જંગમાં ત્રણ મુખ્ય પક્ષ ભાજપના જિગ્નેશ સેવક, કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ અને
એનસીપીના ઉમેદવાર ભરતભાઇ પટેલ મેદાનમાં ઉતરશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોણ બાજી મારશે.

Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.