મહીસાગરઃ જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી 8 કિલોમીટર દૂર આવેલા કંતારના જંગલમાં એક વૃક્ષ પરથી વાઘના પંજાના નિશાન હોવાની અફવાથી વન વિભાગ દોડતું થયું હતું. તે જગ્યા પર આવેલા ઝાડ પર વાઘના પંજાના નિશાન જોવા મળ્યાં હતા. જો કે, આ નિશાન વાઘના હોવાનું નક્કી કહી શકાય નહીં.
વન વિભાગ દ્વારા ગઢ, કંતારથી લઈ સંતમાતરોના જંગલ વિસ્તાર ચેક કરવામાં આવ્યા હતા. હવે ફરી એક વર્ષ બાદ મહિસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર વહેતા થયા હતા, ત્યારે વનવિભાગ તપાસમાં મળેલા નિશાન કોઈ પ્રાણી દ્વારા પડેલા છે. જે અગાઉ લીધેલા સેમ્પલની સાથે આ નિશાન મેચ થતાં ન હોવાથી અહીં વાઘ હોવાની વાત અફવા છે. તેવું વનવિભાગ કહે છે.