ETV Bharat / state

મહીસાગરમાં ઈદેમિલાદ પર્વની ઉજવણી કરાઈ - મુસ્લિમ

સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને તહેવારો ઉજવવાનો ઉત્સાહ દરેક ધર્મમાં જોવા મળે છે. પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને હાલમાં દરેક ધર્મમાં તહેવારો સરકારની કોવિડ ગાઇડલાઇન મુજબ ઉજવવામાં આવી રહ્યા છે.

mahisagar
મહીસાગર
author img

By

Published : Oct 30, 2020, 2:20 PM IST

  • જિલ્લામાં ઈદેમિલાદ પર્વને લઈને મુસ્લિમ વિસ્તારોમાં અનેરો ઉત્સાહ
  • તમામ મસ્જિદો અને દરગાહો રોશનીના ઝગમગાટથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની
  • મુસ્લિમ બિરાદરોએ વિશ્વ શાંતિ તેમજ માનવજાતના કલ્યાણ માટે ખાસ દુઆઓ ગુજારી

મહીસાગર: ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાં ઈદે મિલાદના તહેવાર તરીકે કરવામાં આવે છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહમ્મદ પયગંબર સાહેબના જન્મ દિવસ ઈદ-એ-મિલાદની સાથે વિશ્વ શાંતિ તેમજ માનવજાતના કલ્યાણ માટે ખાસ દુઆઓ ગુજારી ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદ પર્વને લઈને મુસ્લિમ વિસ્તારોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જોકે, કોરોનાના કારણે ઝુલુસ કાઢવાની પરંપરા બંધ રાખવામાં આવી છે.

મહીસાગરમાં ઈદેમિલાદ પર્વની ઉજવણી કરાઈ
મુસ્લિમ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

તમામ મસ્જિદ અને દરગાહો રોશનીના ઝગમગાટથી લોકોમાં આકર્ષણ કેન્દ્ર બની હતી. મસ્જિદો, મહોલ્લાઓ ઠેર-ઠેર તોરણ, ધ્વજ, પતાકા, ઝંડાઓ તથા પોસ્ટરોથી શણગારવામાં આવ્યા હતા. દેશની એકતા અખંડિતતા ભાઈચારો હંમેશાં જળવાઇ રહે તે માટે ખાસ દુઆઓ ગુજારવામાં આવી હતી. આ તહેવારને લઈને તમામ મુસ્લિમ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.