મહીસાગર: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
આ આરોગ્ય કર્મીઓ ગામેગામ ફરીને ડોર ટુ ડોર સર્વેલન્સની સાથે આરોગ્યલક્ષી શિક્ષણ આપી રહ્યા છે. પછી તે કન્ટેન્મેન્ટ ઝોન હોય બફર ઝોન હોય કે પછી કોઈ પણ વિસ્તાર હોય તેઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા સિવાય નાગરિકોના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે.
જેના ભાગરૂપે મહિસાગર જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્યત કેન્દ્રો, હેલ્થ્ એન્ડવ વેલનેસ કેન્દ્રોની મેડીકલ ઓફિસર અને આયુષના મેડીકલ ઓફિસર દ્વારા લીમડીયા, નરોડા, જૂના રાબડિયા, ડખરિયા, મુડાવડેખ, ભગતના મુવાડા, ભેણાદરા તેમજ બાલાસિનોર અને સંતરામપુર અર્બનના પોઝીટીવ આવેલા કેસના કન્ટેમેન્ટસ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યું.
આ સર્વે દરમિયાન તમામ નાગરિકોનું થર્મલ સ્ક્રીનીંગ અને પ્લસસ ઓકસીમીટરથી SPO2 માપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ILI, સારીની ચકાસણી કરવામાં આવી હતી. જરૂરિયાતવાળી વ્યક્તિઓના BP, RBSની પણ તપાસણી કરવામાં આવી હતી. આરોગ્યા ટીમોની આ મુલાકાત દરિમયાન હોમિયોપેથી આર્સેનિક આલ્બઆમની ગોળીઓ રૂબરૂમાં ગળાવવા સહિત ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ જરૂરિયાતમંદોને એજીથોમાઇસીન, પેરાસીટોમોલ અને વીટામીન-સીની ગોળીઓ આપવામાં આવી હતી. વધુમાં આ મુલાકાત દરમિયાન આરોગ્યટલક્ષી શિક્ષણ આપવાની સાથે ઘર આંગણે પ્રાપ્ત ઔષધનો ઉપયોગ કરી કેવી રીતે આયુર્વેદિક ઉકાળો બનાવી શકાય તેની સમજ આપતી પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
મેડીકલ ઓફિસરોએ તેમની આ મુલાકાત દરમિયાન તમામને જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા તેમજ ફરજિયાત માસ્કનો ઉપયોગ કરવા વારંવાર સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા.