- મહીસાગર જિલ્લામાં વૃદ્ધાના પેટમાંથી 11 કિલોની ગાંઠ કઢાઈ
- ખાત્રજના ગાયનેકોલોજિસ્ટે ઓપરેશન કરી વૃદ્ધાનો જીવ બચાવ્યો
- 5 મહિનાથી વૃદ્ધાના પેટમાં અતિશય મોટી ગાંઠ જોવા મળી હતી
મહીસાગરઃ બાલાસિનોરમાં દિવ્યજ્યોતિ ફાઉન્ડેશન સંચાલિત સિનિયર સીટીઝન હોમમાં છેલ્લા પાંચ મહિનાથી રહેતા મધુ પટેલને પેટમાં ગાંઠ હતી, તેનાથી તેઓ ખૂબ જ પરેશાન હતા. સંસ્થામાં થતા રૂટિન મેડીકલ ચેકઅપ દરમિયાન મધુબેને જણાવ્યું હતું કે, તેમનું પેટ છેલ્લા 15 વર્ષથી તેની જાતે જ વધવા લાગ્યું છે. તેમને કોઈ દુ:ખાવો થતો નહતો પણ વારંવાર પેટમાં અને છાતીના ભાગે બળતરા થાય અને ખોરાક બરાબર લેવાતો નહતો, એટલે ડોક્ટરોએ તેમની તકલીફ જાણી તેમનું નિદાન કર્યું હતું.
ગાયનેકોલોજિસ્ટે મધુબેનનો જીવ બચાવ્યો
પરિસ્થિતિની ગંભીરતા જોઈ મધુબેનનો લેબોરેટરી ટેસ્ટ કરાવ્યો હતો, એટલે તેમના પેટમાં અતિશય મોટી એવી 11 કિલોની ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. ખાત્રજના ગાયનેકોલોજિસ્ટ પૂજન શુક્લએ મધુબેનનું ઓપરેશન કરી તેમના પેટમાંથી 11 કિલોના વજનની ગાંઠ કાઢી લીધી હતી. આથી મધુબેનને હવે નવજીવન મળ્યું છે.