ETV Bharat / state

મહીસાગર જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ - drda

મહિસાગરઃ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે જિલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના શનિવારે સવારે 10 કલાકે યોજવામાં આવી હતી.

msr
author img

By

Published : Jul 20, 2019, 10:21 PM IST

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.બી બારડે જણાવ્યું હતું કે, જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિત ને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નો ને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

વધુમાં જણાવ્યુ હતું કે ગામના પ્રશ્નોના નિરાકરણ અર્થે રાજ્ય સરકારે નૂતન અભિગમ અપનાવ્યો છે ત્યારે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના વિવિધ ગામોમાં રાત્રી સભાઓ યોજવામાં આવે છે જેથી ગ્રામજનો તરફથી રજૂઆત કરવામાં આવેલ પ્રશ્નોના સત્વરે નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓને આહ્વાન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. જ્યારે બાકી લક્ષ્યાંક સામે જિલ્લા કલેકટર એ ઝડપી અને સમયસર પૂર્ણ કરી સો ટકા ઉપરનો લક્ષ્યાંક સિદ્ધ કરવા અને પત્રકો નિયમિત મોકલી અને ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું.

વધુમાં જિલ્લા કલેકટર આર.બી બારડ દ્વારા અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો જેવા કે 1 લી ઓગષ્ટ-2019 થી મહિલા સશક્તિકરણ પખવાડીયાનાની ઉજવણી તેમજ વન મહોત્સવ-2019 અને 15 મી ઓગષ્ટ-2019ની ઉજવણી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાથો સાથ ધારાસભ્યો અને પદાધિકારીઓના તેમના વિસ્તારને લગતા વિકાસના લોકસુખાકારીના પ્રશ્નોની રજૂઆત કરી હતી જેથી કલેકટરે પ્રત્યુત્તર આપી ઝડપથી પ્રશ્નોના નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, DRDA ડાયરેક્ટર જે.કે.જાદવ,લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા, બાલાસિનોર પ્રાંત અધિકારી આરતી ઠક્કર, જિલ્લા આરોગ્ય અધિકારી શાહ,જિલ્લા આયોજન અધિકારી ચૌહાણ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:લુણાવાડા, 

મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર આર.બી.બારડના અધ્યક્ષસ્થાને અને
જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયની  ઉપસ્થિતિમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે
જીલ્લા સેવા સદન કલેક્ટરની કચેરીના સભાખંડમાં 20 મી જુલાઇ-2019 ના રોજ સવારે 10 કલાકે યોજવામાં આવી હતી.

Body: આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.બી બારડે જણાવ્યું હતું કે જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત
અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિત ને લગતા
વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નો ને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત
અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે ગામના પ્રશ્નોના નિરાકરણ અર્થે રાજ્ય સરકારે નૂતન અભિગમ
અપનાવ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના વિવિધ ગામોમાં રાત્રી સભાઓ યોજવામાં આવે છે જેથી
ગ્રામજનો તરફથી રજૂઆત કરવામાં આવેલ પ્રશ્નોના સત્વરે નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓને આહ્વાન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા
લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. વિવિધ વિભાગ  દ્વારા કરાયેલી કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજૂ
કરી હતી જ્યારે બાકી લક્ષ્યાંક સામે જિલ્લા કલેકટર એ ઝડપી અને સમયસર પૂર્ણ કરી સો ટકા ઉપરનો લક્ષ્યાંક સિદ્ધ કરવા
અને પત્રકો નિયમિત મોકલી અને ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં જિલ્લા કલેકટર આર.બી બારડ દ્વારા અરજદાર
ની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની
ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.Conclusion:

આ ઉપરાંત આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમો જેવા કે  1 લી ઓગષ્ટ-2019 થી મહિલા સશક્તિકરણ
પખવાડીયાનાની ઉજવણી તેમજ વન મહોત્સવ-2019 અને 15 મી ઓગષ્ટ-2019 ની ઉજવણી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં
આવી હતી. સાથો સાથ ધારાસભ્યો અને પદાધિકારીઓના તેમના વિસ્તાર ને લગતા વિકાસના લોકસુખાકારીના પ્રશ્નોની
રજૂઆત કરી હતી જેથી કલેકટરે પ્રત્યુત્તર આપી ઝડપથી પ્રશ્નોના નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી
હતી.
આ બેઠકમાં જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, ડીઆરડીએ ડાયરેક્ટર જે.કે.જાદવ,
લુણાવાડા પ્રાંત અધિકારી બ્રિજેશ મોડીયા, બાલાસિનોર પ્રાન્ત અધિકારી આરતી ઠક્કર, જિલ્લા આરોગ્ય અધિકારી શાહ,
જીલ્લા આયોજન અધિકારી ચૌહાણ તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.