મહીસાગર : કોરોના વાઈરસની સ્થિતિના તકેદારીના ભાગરૂપે અગમચેતીના પગલાં ભરવામાં આવ્યા છે. મહીસાગર કલેક્ટરની સૂચના અને આરોગ્ય વિભાગના માર્ગદર્શનાં હેઠળ બાલાસિનોર KMG હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ઇજારાદારોની ટીમ દ્વારા 50 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
બાલાસિનોર KMG હોસ્પિટલ ખાતે તૈયાર કરાયેલા આ સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં વેન્ટિલેટર, વ્હીલચેર, સ્ટ્રેચર અને ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આજ રોજ મહીસાગર કલેકટર આર.બી.બારડ, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને જિલ્લા આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ દ્વારા આઇસોલેશન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. આઈસોલેશન વૉર્ડમાં તૈયાર કરવામાં આવેલા સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી અને કલેકટર દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.