જિલ્લા SPના આદેશથી દારૂની હેરાફેરી કરતાં વાહનો ઉપર વોચ રાખવાની સૂચનાના આધારે DYSP તથા બાલાસિનોર PI પી.જે.પંડ્યા સ્ટાફ સાથે બાલાસિનોર પોલીસ સ્ટાફના માણસો સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળેલા તે દરમિયાન બાલાસિનોર ફગવાનાકાએ આવતા બાતમીદારથી બાતમીના આધારે એક સફેદ રંગની ગાડીમાં વિદેશીદારૂ લઇ દેવ ચોકડી તરફથી નડીયાદ તરફ જનાર છે. તે આધારે બાલાસિનોર ફગવાનાકા વોચ ગોઠવી હતી.
તે દરમિયાન દેવ ચોકડી તરફના રોડેથી એક સફેદ રંગની ગાડી આવતાં પોલીસે તેને રોકી ગાડીના ચાલકની પૂછપરછ કરતાં તે નિમેશકુમાર હરમાનભાઇ પટેલ નડીયાદનો હતો અને ગાડીની અંદર જોતા પુઠાનાં બોકસમાં બિયર ટીન નંગ-216 કિમંત રૂપિયા.21,600/-તથા કાચની પરપ્રાંતીય ભારતીય બનાવટનો વિદેશીદારૂ કાચની બોટલો કુલ નંગ–24 કિંમત રૂપિયા. 9600/ કુલ બોટલ નંગ–240ની કુલ કિંમત રૂ 31,200 /- નો વિદેશી દારૂ ભર્યો હતો. આ સાથે ગાડીની કિંમત રૂપિયા રૂ 1,50,000/ તથા મોબાઇલ નંગ-1 કુલ મુદામાલ 1,82,700/- ની સાથે પકડી પાડયો હતો અને આરોપી વિરૂદ્ધ બાલાસિનોર પો.સ્ટે.માં ગુન્હો નોંધી આગળની તજવીજ હાથ ધરી હતી.