મહિસાગર જિલ્લા LCB PSI એચ.એન.પટેલે બાતમીના આધારે 17 વર્ષથી નાસતા-ફરતો આરોપીને ઝડપી પાડયો છે. LCB PSI એચ.એન.પટેલ સ્ટાફના શૈલેશકુમાર ચતુરસિંહ અને જગદીશકુમાર અજીતભાઇ તથા ડીટવાસ પોલીસ સ્ટેશનના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન શૈલેશકુમાર ચતુરસિંહને બાતમી મળતા તે આધારે LCB PSI એચ.એન પટેલે ટેકનીકલ સપોર્ટના આધારે ડીટવાસ પોલીસ સ્ટેશનના 363,366 મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રમેશભાઇ સુરમાભાઇ તાવીયાડને દાહોદના રબડાલથી ઝડપી લઈ તેની પુછ્પરછ કરતા તેણે પોતાનુ નામ રમેશભાઇ સુરમાભાઇ તાવીયાડ તથા કડાણાના નાનીરાઠના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જેથી તે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહિસાગરમાં 17 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો - gujarat news
મહિસાગરઃ જિલ્લામાં પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ LCBની ટીમે બાતમીના આધારે 17 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે.