ETV Bharat / state

લુણાવાડા APMCમાં ટેકાના ભાવ નક્કી કરવા બેઠક યોજાઈ - લુણાવાડાના ખેડૂત આગેવાનો

મહીસાગર જિલ્લાના લુણાવાડા APMC માં ખેડૂતોને લાભ અપાવવા ગુજકોમાસોલ દ્વારા ડાંગરની ખરીદી માટે ખાનપુર, કોઠંબા અને લુણાવાડાના ખેડૂત આગેવાનો દ્વારા ગુજકોમાસોલમાંથી આવેલ પ્રતિનિધિની સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ડાંગરનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.

Lunawada
લુણાવાડા
author img

By

Published : Dec 6, 2020, 7:38 PM IST

  • લુણાવાડા APMCમાં ટેકાના ભાવ નક્કી કરવા ખેડૂતો સાથે બેઠક
  • બજાર ભાવ કરતાં 15 થી 20 રૂપિયા ખેડૂતને વધારે મળે તે હેતુથી બેઠકનું આયોજન
  • ડાંગરનો ભાવ 330 રૂપિયા પ્રતિમણ નક્કી કરી ખેડૂતોને ગુજકોમાસોલ દ્વારા લાભ
  • ટેકાનો ભાવ પ્રતિ મણ રુપિયા 330 નક્કી થતાં ખેડૂતોમાં ખુશી

મહીસાગર : લુણાવાડા APMC માં ખેડૂતોને લાભ અપાવવા ગુજકોમાસોલ દ્વારા ડાંગરની ખરીદી માટે ખાનપુર, કોઠંબા અને લુણાવાડાના ખેડૂત આગેવાનો દ્વારા ગુજકોમાસોલમાંથી આવેલ પ્રતિનિધિની સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ડાંગરનો ભાવ નક્કી કર્યો હતો. આ બેઠકમાં સારી ડાંગરનો ભાવ 330 રૂપિયા અને હાર્વેસ્ટર દ્વારા કાપેલ ડાંગરનો ભાવ 305 રૂપિયા જેટલો નક્કી કરવામાં આવેલ હતો. આ બેઠકનો મૂળ ઉદ્દેશ બજાર ભાવ કરતાં 15 થી 20 રૂપિયા ખેડૂતને વધારે મળે તે હેતુથી આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આખરે ડાંગરનો ભાવ 330 રૂપિયા પ્રતિમણ નક્કી કરી જગતના તાત એવા ખેડૂતભાઈઓને ગુજકોમાસોલ દ્વારા લાભ આપ્યો હતો. ટેકાનો ભાવ પ્રતિ મણ રુપિયા 330 નક્કી થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ હતી.

મીટિંગમાં APMC ચેરમેન, ગુજકોમાસોલના ડિરેક્ટર અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત

આ મીટિંગમાં લુણાવાડા APMC ચેરમેન ગોવિંદભાઈ પટેલ, ગુજકોમાસોલના ડિરેક્ટર મનોજભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મણીભાઈ પટેલ તથા વિરોધ પક્ષના નેતા અને ખેડૂત આગેવાન પી.એમ.પટેલ, હીરાભાઈ પટેલ, ગંભીરભાઇ અને રવજીભાઈ પટેલ સહિત કુલ 25 જેટલા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.