ETV Bharat / state

મહીસાગરના આંજણવા ખાતે સગર્ભા મહિલાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો - Corona update of gujarat

વૈશ્વિક મહામારી કોરોનાવાઇરસની વચ્ચે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. શુક્રવારે અંતરિયાળ વિસ્તારના આંજણવા સબ સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓના નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહીસાગરના આંજણવા ખાતે સગર્ભા મહિલાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો

author img

By

Published : Jun 26, 2020, 10:50 PM IST

મહીસાગર: મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંકટ કાળમાં પણ સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઈ રહે અને તેઓ નિરોગી રહે તે માટે રક્ષણાત્મક પગલા લઈ ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મહીસાગરના આંજણવા ખાતે સગર્ભા મહિલાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો
મહીસાગરના આંજણવા ખાતે સગર્ભા મહિલાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો

જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી.શાહ તથા સંતરામપુર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મંજુ મીનાની નિગરાણી હેઠળ સરસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.શૈલી પટેલ અને તેમની આરોગ્ય ટીમ દ્વારા અંતરિયાળ વિસ્તાર આંજણવા સબ સેન્ટર ખાતે સગર્ભા મહિલાઓનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આ વિસ્તારની 22 સગર્ભા મહિલાઓની લેબોરેટરી તપાસ કરવામાં આવી હતી. જેમાં સિકલસેલ વાળી સગર્ભા મહિલાઓને ટેબલેટ આલબેડાઝોલના ડોઝ રૂબરૂમાં ગળાવવામાં આવ્યા હતા.

દરેક સગર્ભા બહેનોનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તેમનો spo2 તેમજ વજન અને બ્લડ પ્રેશર સાથે એચ.બીની ચકાસણી કરવામાં આવી હતી.

આ કેમ્પમાં સગર્ભા મહિલાઓને કોરોના મહામારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કેમ્પ દરમિયાન સગર્ભા મહિલાઓએ ફરજિયાત માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવામાં આવ્યુ હતું

આમ કોરોનાના સમયમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓ માટે વિશેષ કાળજી લઇ તેમની તંદુરસ્તી જળવાઈ રહે અને તેઓ નિરોગી રહે તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.