ETV Bharat / state

મહીસાગર જિલ્લા આાયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ  - News of lunavada

મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ પંચાયત, પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહજી પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન વીડિયો કોન્ફરન્સ હોલમાં મહીસાગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી.

મહીસાગર જિલ્લા આાયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાઈ 

author img

By

Published : Jun 16, 2020, 9:46 PM IST

મહીસાગર: લુણાવાડા ખાતે યોજાયેલી આ બેઠકમાં વિકાસ કામોની સમીક્ષા તેમજ એજન્ડા અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરીઓ અને નગરપાલિકા કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા.

આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન કરવાનું છે, સરકાર ગ્રાન્ટ આપે છે તો કામની ગુણવત્તા જળવાવી જોઇએ.

બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા વિકેન્દ્રીત આયોજનને મંજૂર કરવામાં આવ્યા હતા. તાંત્રિક અને વહીવટી મંજૂરી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ફેરફાર કરાયેલા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતું અને વિકાસના કામો ઝડપી અને ગુણવત્તા યુક્ત રીતે થાય તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી પ્રધાન જયદ્રથસિંહજી પરમારે તેમના પરામર્શમાં રહી ગાઇડ લાઇન પ્રમાણે કામો હાથ ધરવા રચનાત્મક સૂચનો કર્યા હતા.

અધ્યક્ષ સ્થાનેથી મંત્રીએ સંબધિત અધિકારીઓ પાસેથી પ્રગતિમાં અને બાકી કામો અંગે માહિતી મેળવી સમય મર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં અગાઉ મળેલ જિલ્લા આયોજન મંડળ તેમજ જિલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠકની કાર્યવાહીમાં નોંધની બહાલી, વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ સામે મહીસાગર જિલ્લા માટે 2020-21 ના વર્ષમાં તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા, જિલ્લા કક્ષા હેઠળ મળવાપાત્ર રકમ સામે નવીન આયોજન મંજુર કરવા, બક્ષીપંચ જોગવાઈ હેઠળ વર્ષ 2020-21નું નવીન આયોજન મંજુર કરવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજુર કરેલ વર્ષ 2018-19 અને 2019-20 ના માહે મે -2020 ના બાકી કામોની સમીક્ષા તેમજ MPLADS હેઠળ મંજુર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં રૂ.981.62 લાખના મળેલ આયોજનની સામે રૂ. 875.00 લાખની મળવાપાત્ર જોગવાઇના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.બી.બારડે બેઠકની શરૂઆતમાં પ્રભારી પ્રધાનનું સ્વાગત કર્યું હતું જ્યાંરે આભાર દર્શન આયોજન અધિકારી આર.આર.ભાભોરે કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંજુલાબેન ખાંટ, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, જિલ્લાના ધારાસભ્યો સર્વશ્રી કુબેરભાઇ ડીંડોર, જીગ્નેશભાઇ સેવક, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, અધિક નિવાસી કલેક્ટર આર.આર.ઠક્કર, ડી.આર.ડી.એ ડાયરેક્ટર જે.કે.જાદવ તેમજ આયોજન કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કચેરીઓ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સમાજીક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રીઓ, તાલુકા પંચાયત જિલ્લાં પંચાયતના સદસ્યો, નગરપાલીકાના પ્રમુખશ્રીઓ, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા અને તાલુકાનાં સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.