મહીસાગર: જિલ્લામાં શનિવારે કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 609 પર પહોંચી છે. તો શનિવારે 25 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તેમજ જિલ્લાનો રિકવરી રેટ 83 ટકા પર પહોંચ્યો છે.
જિલ્લાના સંતરામપુરમાં 1, બાલાસિનોરમાં 4 અને લુણાવાડામાં 2 પોઝિટિવ કેસ એમ મળી કુલ 7 કેસ નોંધાયા છે.