ETV Bharat / state

Road Accident કચ્છમાં ડમ્પર અને બાઈકનો ગંભીર અકસ્માત, એક જ સમાજના 3 યુવકના ઘટનાસ્થળે મોત - ભુજની જનરલ હોસ્પિટલ

કચ્છમાં ખાવડા હાઈવે પાસે આવેલા નાના બાંધા ગામમાં ગમખ્વાર (Road Accident at Nana Bandha village kutch) અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક પર સવાર 3 યુવકોના ઘટના સ્થળે જ (young men lost lives in Road Accident ) મોત નીપજ્યા હતા. સ્થાનિકોના મતે ડમ્પરચાલકે બાઈકસવાર યુવકોને ટક્કર મારી હતી.

Road Accident કચ્છમાં ડમ્પર અને બાઈકનો ગંભીર અકસ્માત, એક જ સમાજના 3 યુવકના ઘટનાસ્થળે મોત

author img

By

Published : Jan 20, 2023, 6:35 PM IST

કચ્છ ભુજના સરહદી વિસ્તારના ખાવડા હાઈવે પરના નાના બાંધા ગામ નજીક આજે (શુક્રવારે) બપોરે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેના કારણે 3 સ્થાનિક યુવાનોના ઘટનસ્થળે જ મોત નીપજ્યા હતા. એટલે તેમના પરિવારમાં માતમ છવાયો હતો.

આ પણ વાંચો Vadodara accident : વાઘોડિયા રોડની મંથરગતિએ કામગીરીથી વારંવાર અકસ્માત, એકનું મૃત્યુ

ડમ્પરે બાઇકને અડફેટે લેતાં સર્જાયો અકસ્માત ખાવડા નજીક નાના બાંધા ગામ નજીક બપોરના સમયે ખનીજવહન કરતા ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. સ્થાનિક સુલતાનના જણાવ્યા મુજબ, ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણેય બાઈકસવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળે જ ત્રણેયનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં સમા સમાજના ત્રણ વ્યક્તિના મોત થયા હતા.

આ પણ વાંચો Rajkot accident: ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતારતી વખતે અકસ્માત, વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે ખાવડાની આસપાસના ગામના લોકોની ભારે ભીડ ઉમટી હતી, જેના કારણે માર્ગ પર ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. જ્યારે બાઈકસવારને ટક્કર મારી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. તો ખાવડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

તમામ યુવાનો મોટા દિનારાના સમા સમાજના હતા મળતી પ્રાથમિક માહિતી મુજબ, ખાવડાથી નાના બાંધા ગામની ગોળાઈ પાસે બપોરે બાઈક પર સવાર ત્રણ યુવકો જઈ રહ્યા હતા. તે દરમિયાન રતડીયા તરફથી પથ્થર ભરીને પૂરપાટ આવી રહેલા ડમ્પરે તેમને અડફેટે લીધા હતા અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકસવારોને ગંભીર ઈજા પહોંચી હતી. એટલે ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ તમામ યુવાનો મોટા દિનારાના સમા સમાજના હોવાનું જાણવા મળ્યું હતું.

ખાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી અકસ્માતની કરુણ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ગમગીની પ્રસરી હતી. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે, મૃતકોની ઓળખ મેળવવી પણ મુશ્કેલ બની છે. બીજી તરફ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ખાવડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.