ETV Bharat / state

Pomegranate unaffordable: કચ્છ જિલ્લામાં દાડમના વર્ષો જૂના છોડ ઉખાડી ફેકતાં ખેડૂતો - Horticultural crops

કચ્છ એ બાગાયતી પાકનું હબ ગણાય છે. ખાસ કરીને દાડમ માટે વખણાતા કચ્છમાં હવે દાડમનું (pomegranate) વાવેતર કરનાર ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. બે વર્ષ lockdown અને ત્રીજા વર્ષે પાછોતરા વરસાદે દાડમના પાકનો સોથ વાળ્યો છે. બાગાયતી પાકોમાં લાખોની નુકશાની બાદ અને પોષણક્ષમ ભાવો (Pomegranate unaffordable) પણ ન મળતાં હોવાથી ખેડૂતોએ દાડમના વર્ષો જૂનાં છોડ ઉખેડીને ( pomegranate plants were uprooted) ફેંકી દીધા છે.

Pomegranate unaffordable: કચ્છ જિલ્લામાં દાડમના વર્ષો જૂના છોડ ઉખાડી ફેકતાં ખેડૂતો

author img

By

Published : Oct 21, 2021, 5:35 PM IST

  • કચ્છમાં દાડમની ખેતી નિષ્ફળ જતાં ખેડૂતો મુશ્કેલીમાં
  • પોષણક્ષમ ભાવ ન મળતાં વર્ષો જૂના દાડમના છોડ ઉખાડવામાં આવ્યાં
  • સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે પગલાં લેવા જોઈએ: ખેડૂત

કચ્છઃ જિલ્લાના બીદડા, ભુજપુર અને ઝરપરા વિસ્તારના ખેડૂતો દ્વારા ખેતરોમાંથી હજારોની સંખ્યામાં દાડમના (pomegranate)છોડ ઉખેડી નાખવામાં આવ્યા છે. હજુ પણ હજારો છોડ કાઢી નાખવા માટે ખેડૂતો તૈયારી કરી રહ્યા હોવાની વાત પણ ખેડૂતોએ કરી હતી. ખેડૂતોએ એ જણાવ્યું હતું કે દિવસેને દિવસે ખેડૂતોની હાલત નાજુક થતી જાય છે. છેલ્લા 8-10 વર્ષોમાં કચ્છ જિલ્લામાં મબલક પ્રમાણમાં દાડમનું વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ છેલ્લાં ત્રણેક વર્ષોથી ખેડૂતોને બહુ હાલાકી ભોગવવી પડી છે.

છેલ્લાં 2 વર્ષમાં કોરોનાને લીધે માર્કેટમાં વેચાણ પણ ન થયું

બે વર્ષ કોરોનાકાળ ચાલ્યો જેમાં અચાનક માર્કેટ બંધ થતાં ખેડૂતોની વાડીની અંદર દાડમનો (pomegranate) પાક તૈયાર હતો, ઉતારવાની તૈયારી હતી એક એક દાડમ 400-500 ગ્રામના દાડમ હતાં. પરંતુ માર્કેટ બંધ હોતા માર્કેટમાં ન પહોંચ્યા (pomegranate unaffordable) અને વેચાણ ન થયું. જેને પગલે ખેડૂતને એક પણ પૈસો મળ્યો નહીં. બે વર્ષ એવી જ રીતે ફેલ ગયા અને આ ત્રીજા વર્ષે શરૂઆતમાં વરસાદ સારો થયો. પાછળ વરસાદ ઓછો થયો પરંતુ જે સીઝનમાં દાડમના ઝાડ પર ફ્લાવારિંગ લાવવાનું હોય તે સમયગાળા દરમિયાન વરસાદ ખૂબ પડ્યો અને પરિણામે ફલાવરિંગ ખરી પડ્યું અને ખેડૂતોને નુકસાન થયું.

ત્રણ વર્ષથી દાડમનો પાક લેતાં ખેડૂતોને નુકસાન

વધુ વરસાદે ખેડૂતોના પાકનો સોથ વાળ્યો

આ ઉપરાંત વાતાવરણમાં વરસાદના લીધે ભીનાશ હોતા બચેલો માલ પણ ફૂગના લીધે બધો પાક નષ્ટ ગયો. ખેડૂતોએ આ પાક પાછળ હેક્ટર દીઠ 30,000 થી 40,000 જેટલો ખર્ચ કર્યો હતો. હવે ખેડૂત ફરીથી આટલો ખર્ચ કરીને ફરી પાક વાવે તે હવે કોઈ પણ સંજોગે ખેડૂતોને (pomegranate unaffordable) પોસાય તેમ નથી. ઉપરાંત રાસાયણિક ખાતર, પેટ્રોલ -ડીઝલ તમામના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે.

8 થી 10 વર્ષ જૂના દાડમના ઝાડ પર ટ્રેકટર ફેરવી ઉખાડવામાં આવ્યાં

ખેડૂતો જે કંઈ દાડમનું (pomegranate) ઉત્પાદન કરે છે તે પાકમાં ક્યારેય સરકાર ભાવ વધારતી નથી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ (pomegranate unaffordable) પણ આપતી નથી. માટે સરકાર ખેડૂતોના ઉત્પાદનને પોષણક્ષમ ભાવ આપે તેવી અપીલ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ભાવ ન મળવાના લીધે જ ખેડૂતો 8 થી 10 વર્ષ જૂના દાડમના છોડ પર ટ્રેકટર ફેરવી ઉખાડીને ફેંકી રહ્યાં છે.

સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે પગલાં લેવા જોઈએ: ખેડૂત

ETV Bharat સાથે વાતચીત કરતા ખેડૂત અગ્રણી મોહનભાઇ રામાણીએ જણાવ્યું હતું કે બે વર્ષ લોકડાઉન અને આ વર્ષે વધુ વરસાદે દાડમના (pomegranate) ફલાવરિંગ વખતે ફૂગ થઈ આમ 3 વર્ષના બાગાયતી પાક ફેઈલ થયો જેથી ત્રસ્ત ખેડૂતો આજે દાડમના છોડ ઉખેડી રહ્યાં છે. તો સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે સરકાર કોઈ ચોક્કસ પગલાં ભરવા જોઇએ.

ખેડૂતોની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે : ખેડૂત

ETV Bharat સાથે વાતચીત કરતા ખેડૂત જીતુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં (pomegranate unaffordable) હોવાથી ખેડૂતો હવે થાક્યાં છે અને પરિસ્થિતિ અનુસાર દાડમના (pomegranate) છોડ ઉખેડવામાં આવી રહ્યાં છે. ઉપરાંત જેટલો ખર્ચો તે કરે છે તેના જેટલું પણ વળતર પાકમાંથી નથી મળતું તો ખેડૂત ક્યાં જાય.

આ પણ વાંચોઃ Kutch Farmer: માંડવી તાલુકાના ખેડૂતો અનેક સમસ્યાઓથી પરેશાન

આ પણ વાંચોઃ દાડમની ખેતી માટે પ્રખ્યાત બનાસકાંઠાના ખેડૂતોને પૂરતા ભાવો ન મળતા અન્ય ખેતી તરફ વળ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.