ETV Bharat / state

Year Ender 2022 આ વર્ષે કચ્છમાં રાજકીય ઉથલપાથલ કોને થયો ફાયદો ને કોને થયું નુકસાન જૂઓ

author img

By

Published : Dec 24, 2022, 2:17 PM IST

કચ્છ માટે આ વર્ષ ખૂબ જ યાદગાર રહ્યું હતું. તેનું એક કારણ છે વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) ને બીજું કારણ છે તેના કારણે થયેલી રાજકીય ઉથલપાથલ. આ વર્ષે અહીં કયું મોટું રાજકીય પરિવર્તન થયું. તેમ જ ચૂંટણીમાં (Political situation in Kutch) કયા કયા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા જોઈએ આ અહેવાલમાં.

Year Ender 2022 આ વર્ષે કચ્છમાં રાજકીય ઉથલપાથલ કોને થયો ફાયદો ને કોને થયું નુકસાન જૂઓ
Year Ender 2022 આ વર્ષે કચ્છમાં રાજકીય ઉથલપાથલ કોને થયો ફાયદો ને કોને થયું નુકસાન જૂઓ

કચ્છ આ વર્ષની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનું ધ્યાન (Gujarat Election 2022) કચ્છ પર પણ વધુ રહ્યું હતું. જોકે આ વખતે અહીં ફાયદો માત્ર ભાજપને જ થયો છે. કારણ કે, ભાજપે અહીંની 6એ 6 બેઠક કબજે કરી લીધી છે. રાજકીય પાર્ટીઓએ અનેક પ્રકારે પ્રચાર કર્યો તેમ છતાં ભાજપ સામે અન્ય પાર્ટીઓ મુકાબલો ન કરતા આ પરિણામ આવ્યું હતું. ત્યારે આવો જાણીએ આ વર્ષે કચ્છમાં કયા રાજકીય મુદ્દાઓ ચર્ચામાં રહ્યા.

કચ્છમાં છવાયો ભગવારાજ, છ એ છ બેઠક ભાજપે જીતી

કચ્છમાં છવાયો ભગવારાજ, છ એ છ બેઠક ભાજપે જીતી કચ્છની 6એ 6 બેઠકો (Kutch Assembly Seats) પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ સાથે જ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂંપડા સાફ થઈ ગયા છે. ત્યારે ભાજપના ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022) અંતર્ગત પહેલી ડિસેમ્બરે કચ્છની 6 બેઠકો માટે મતદાન થયું હતું. અહીંની છ બેઠક પર માત્ર 59.80 ટકા જ મતદાન થયું હતું. તેમ છતાં ભાજપનો બધી બેઠકો પર વિજય થયો છે. મત ગણતરીના દિવસે બપોરે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. સવારથી જ ભુજની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ (Bhuj Government Engineering College) ખાતે સવારે 8:00 વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી. જ્યારે બપોરે 3:30 વાગ્યા સુધીમાં રોજની 6એ 6 બેઠકની ગણતરી પૂર્ણ થઈ હતી અને ભુજની તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ (BJP wins Kutch Assembly Seats) જીત મેળવી છે અને કચ્છ ભાજપનો ગઢ જળવાયેલો રહ્યો છે.

કૉંગ્રેસ પાસે રહેલ બેઠક પરત મેળવવા યોગી આદિત્યનાથ આવ્યા સમર્થનમાં

કૉંગ્રેસ પાસે રહેલ બેઠક પરત મેળવવા યોગી આદિત્યનાથ આવ્યા સમર્થનમાં અહીં ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022) પ્રચારપ્રસાર દરમિયાન તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડિચોટીનું જોર લગાવ્યું હતું અને ઠેરઠેર સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કચ્છની રાપર વિધાનસભા બેઠક (Kutch Rapar Assembly Seat) કે, જે 2017ની ચુંટણીમાં એક માત્ર બેઠક કૉંગ્રેસ પક્ષ પાસે હતી. આ બેઠક ખાતે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધી હતી. કૉંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમને જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભારતનો વિકાસ કરી શકે તેમ નથી અને ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીએ કૉંગ્રેસનો હિસ્સો છે. કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ ના કરતા.

ભુજ વિધાનસભા ટીકિટના પ્રબળ દાવેદાર મનાતા નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ પક્ષમાંથી રાજીનામું આપી BJPમાં જોડાયા

20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા નેતા કૉંગ્રેસ છોડી જોડાયા ભાજપમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Election 2022) જાહેરાત થતાં રાજકીય પક્ષો દ્વારા ટીકિટની જાહેરાતો થવાની હતી તેવા સમયે જ કચ્છ કૉંગ્રેસમાં ભંગાણ પડયું હતું. છેલ્લા 20 વર્ષથી પાર્ટી સાથે જોડાયેલા પૂર્વ વિપક્ષી નેતા અને ભુજ વિધાનસભા ટીકિટના પ્રબળ દાવેદાર મનાતા નેતા રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ પક્ષમાંથી રાજીનામું આપી અને સક્રીય સભ્યપદથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા.

PM મોદીએ કર્યો હતો ઝંઝાવતી પ્રચાર
PM મોદીએ કર્યો હતો ઝંઝાવતી પ્રચાર

શા માટે દેશના સૌથી મોટા નેતા નરેન્દ્ર મોદીને ભુજમાં કરવો પડ્યો રોડ શૉ કચ્છમાં 28મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Smriti Van) સ્મૃતિવનના ઉપરાંત અનેક વિકાસકામોનો લોકાર્પણ અને ખાતમુર્હુત કરવા માટે આવ્યા હતા. તેમ જ કચ્છ યુનિવર્સિટીના (Kutch University) પ્રાંગણમાં વિશાળ જાહેર સભાના માધ્યમથી નરેન્દ્ર મોદીએ કચ્છ અને ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. દેશના સૌથી મોટા નેતાને ભુજમાં રોડ શો કરવાની શા માટે જરૂર પડી છે તે અંગે રાજ્કીય પક્ષોએ વિવિધ કારણો જણાવ્યા હતાં જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે તેના માટે આ રોડ શો થઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું જ્યારે કોંગ્રેસે સમસ્યાઓના મુદ્દાઓને ભટકાવવા માટે રોડ શૉ યોજાઈ રહ્યો છે તેવું જણાવ્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે, દેશમાં કેજરીવાલ મોડલ છવાઈ ગયું છે અને ભાજપ છે તે ડરી ગઈ છે તેવું જણાવ્યું હતું.

આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શર્મા છેડ્યો લવજેહાદનો મુદ્દો

આફતાબના નામની એન્ટ્રી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ થઈ દિલ્હીમાં બનેલો શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case) અને તેના આરોપી આફતાબના નામ સાથે લવજેહાદનો પ્રશ્ન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) જોવા મળ્યો હતો. કચ્છમાં અસમના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શરમાએ આ મામલો જોડીને દેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને જરુરી ગણાવી દીધી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો (Gujarat Election 2022) માહોલ જામ્યો છે અને સ્ટાર પ્રચારકો જુદાં જુદાં વિસ્તારમાં ઉમેદવારોને સમર્થન આપવા માટે સભાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ગાંધીધામ અને અંજાર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવારો માટે આસામના મુખ્યપ્રધાન હેમંત બિશ્વા શર્મા (Assam CM Himanta Biswa Sarma) હાજર રહ્યા હતાં. તેમણે પ્રજાને સંબોધતા સમયે લવજેહાદનો મુદ્દો છેડી દીધો હતો. 26 વર્ષની શ્રદ્ધા વાલ્ડરની ઘાતકી હત્યા અને તેનો હત્યારો આફતાબ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આફતાબના નામની એન્ટ્રી ચૂંટણીમાં પણ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.