ETV Bharat / state

World Radio Day : 'આકાશવાણી' કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી' - મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ

આજે 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડિયો દિવસની (World Radio Day) સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. 1946માં યુનેસ્કો દ્વારા પ્રથમ વખત રેડિયો મારફતે સમાચાર અને અન્ય ઉપયોગી જાણકારી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

World Radio Day : આકાશવાણી, કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી'

author img

By

Published : Feb 13, 2022, 8:52 AM IST

કચ્છ: 13મી ફેબ્રુઆરીએ દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ (World Radio Day) મનાવવામાં આવે છે. એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી, સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો, પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયોનું મહત્વ આજે પણ ઓછું નથી થયું. Etv Bharatએ ચંદ્રવદનભાઈ પટણી કે જેઓ વર્ષ 1977થી આકાશવાણી સાથે જોડાયેલા છે તેમની સાથે રેડિયોના કાલ, આજ અને આવતીકાલ વિશે વાત કરી હતી.

World Radio Day : આકાશવાણી, કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી'

સવાલ: રેડિયો કઈ રીતે પહેલા પણ લોકો સાથે જોડાયેલો હતો અને આજે પણ જોડાયેલો છે શું કહેશો આપ?

જવાબ: વર્ષ 1977માં જ્યારે ચંદ્રવદનભાઈ પટણી આકાશવાણીમાં જોડાયા ત્યારે રેડિયોનું ખૂબ જ મહત્વ હતું, કારણ કે, તે સમયે અન્ય કોઈ પ્રસાર માધ્યમોનો વિકાસ થયો ન હતો. જ્યારે આજે રેડિયોની સાથે સાથે બીજા અનેક પ્રકારના પ્રસાર માધ્યમોનો વિકાસ થયો છે. ETV Bharat સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેરી આવાઝ હી મેરી પહેચાન હૈ અને જે સમયે તેઓ આકાશવાણીમાં જોડાયા ત્યારે લોકો તેમને તેના અવાજથી જ ઓળખતા હતા. પહેલાના સમયમાં આકાશવાણીમાં જેવો કામ કરતાં તેમને અનેક સ્થળોએ ખૂબ માન પણ મળતું હતું. અગાઉના સમયમાં લોકો આકાશવાણી ખાતે પોતાના ઇન્ટરવ્યૂ માટે કે મુલાકાત માટે તૈયાર થઈ જતા હતા. ખાસ કરીને પહેલા ગામડામાં રેડીયોનું મહત્વ વધારે હતું અને આજે પણ એટલું જ મહત્વ છે.

સવાલ: કચ્છમાં અનેક કુદરતી હોનારત થઈ ત્યારે રેડિયો કંઈ રીતે લોકોને ઉપયોગી નીવડ્યો હતો?

જવાબ: વર્ષ 1979માં મોરબીના મચ્છુ ડેમમાં હોનારત થઈ હતી તે સાથે સાથે કચ્છમાં પણ ભારે વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 1980માં બન્ની વિસ્તારમાં પુર આવ્યું હતું. આ બંને સંકટ કચ્છ માટે કંઈક નવા હતા કારણ કે, એક સમય કચ્છની ઓળખાણ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર તરીકેની હતી પરંતુ અચાનક હવામાન પલટાયું અને મોરબી જેવી જ હોનારત સર્જાઇ. આ સમયે રેડીયો એક એવું માધ્યમ હતું જે લોકો સુધી સમાચાર પહોંચાડતું.જ્યારે પાંચેક દિવસ સુધી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો અને કચ્છમાં ક્યાંય પણ વીજ પુરવઠો ન હતો ત્યારે આકાશવાણીની જવાબદારી વધી ગઈ હતી ત્યારે આકાશવાણી ના કર્મચારીઓ તાજા અને સાચા સમાચારો લોકો સુધી પહોંચતા કર્યા હતા.

સવાલ: કુદરતી હોનારત સમયે વિશેષ સમાચાર દર્પણ કાર્યક્રમો પ્રસારિત કરાયા હતા.

જવાબ: કુદરતી હોનારત સમયે લોકો સુધી સાચા સમાચાર પહોંચાડવા માટે આકાશવાણીના કર્મચારીઓ સરકારી માધ્યમોને પણ મળ્યા હતા તે સમયના ભુજ નગરપાલિકાના પ્રમુખ, ભુજ નગરપાલિકાના સદસ્ય તેમજ સ્થાનિક આગેવાનોને મળી સંપૂર્ણ સાચી સ્થિતિ અંગેની વિગતો મેળવી તેનું રેકોર્ડિંગ કરીને વિશેષ સમાચાર દર્પણ કાર્યક્રમો પ્રસારિત કર્યા હતા.

સવાલ: 1998માં જ્યારે કંડલા ખાતે વાવાઝોડું આવ્યું ત્યારે કેવી પરિસ્થતિ હતી?

જવાબ: વર્ષ 1998માં કંડલામાં પણ વાવાઝોડું આવ્યું હતું ત્યારે અગાઉ જે પુર આવ્યું હતું તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ હતી. લોકો સુધી સાચી વિગતો પહોંચી ન હતી તે સમયે આકાશવાણીની ટીમ દ્વારા રૂબરૂ જઇને લોકોના અભિપ્રાયો જાણવામાં આવ્યા હતા કારણ કે આ વાવાઝોડા દરમિયાન અનેક લોકો એવા હતા જેમણે પોતાના પરિવાર પણ ગુમાવ્યા હતા તેવા લોકોને પણ આકાશવાણીની ટીમ મળી હતી અને સાચી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. તે સમયે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી કચ્છની મુલાકાતે આવ્યા હતા. જ્યારે સરકાર આ વાવાઝોડાનો ભોગ બનેલા લોકોની કઈ રીતે મદદ કરવા માંગે છે તેની વિગતો પણ આકાશવાણીના કર્મચારીઓએ મેળવી હતી અને પ્રસારિત પણ કરવામાં આવી હતી.

સવાલ: વર્ષ 2001માં આવેલા ભૂકંપ સમયે પણ આકાશવાણીએ પ્રસંશનીય કામગીરી કરી હતી ત્યારે પરિસ્થિતિ કેવી હતી?

જવાબ: વર્ષ 2001ના વિનાશક ભૂકંપ સમયે ચંદ્રવદન પટણી ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કાર્યક્રમમાં હતા અને તેમને તથા તેમના સાથીમિત્રોને આકાશવાણીના કવરેજની જવાબદારી આપવામાં આવી હતી ચંદ્રવદન પટણી પોતાના પરિવાર સાથે ત્યાં ગયા હતા અને હજી તો તેઓ ગ્રાઉન્ડમાં પ્રવેશ્યા તે પહેલા તો ધરતી ધણધણવા માંડી અને સમગ્ર ખેદાનમેદાન થવા લાગ્યું અને તુરંત જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આકાશવાણીના તમામ કર્મચારીઓ આકાશવાણી કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. ભૂકંપના સમયે આકાશવાણીમાંથી વિશેષ બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યા હતા.

ચંદ્રવદન પટણી સમયસર આકાશવાણી ખાતે પહોંચી શક્યા ન હતા. પરંતુ આકાશવાણીના સમાચાર વિભાગના પ્રભારી યોગેશભાઈ પંડ્યા અને સાચી સમાચાર વાચક માણસિંહ પણદા તરત કલેકટર ઓફિસ જઈ રૂબરૂ સંપર્ક કરી દોઢ કલાકની અંદર જ પહેલું બુલેટિન બહાર પાડી દીધું હતું. ભૂકંપના સમયે આકાશવાણીનું પ્રસારણ સતત ચાલુ રહ્યું કારણ કે વીજ પુરવઠો ખોરવાયો હતો. સાચી પરિસ્થિતિની જાણકારી લોકોને મળતી ન હતી ત્યારે આકાશવાણીમાંથી વિશેષ બુલેટિન પ્રસારિત કરવામાં આવ્યા હતા.

સવાલ: ભૂકંપના સમયે લોકોને આકાશવાણીનું સાચું મહત્વ સમજાયું હતું.

જવાબ: આકાશવાણીના કર્મચારીઓ આકાશવાણીના દરવાજે બેસી ને લોકો પોતે સુરક્ષિત છે તેઓ મેસેજ આપવાનો આગ્રહ કરતા હતા જેની અસર સારી રહી અને અનેક લોકો પોતે સુરક્ષિત છે તેવા મેસેજ આકાશવાણી સુધી પહોંચતા કર્યા હતા. ભૂકંપના સમયે આકાશવાણીના કારણે અનેક લોકોનો એકબીજાના પરિવાર અને સગા વ્હાલા સાથે સંપર્ક થઈ શક્યો હતો. આ ભૂકંપના સમયે લોકોને આકાશવાણીનું સાચું મહત્વ સમજાયું હતું.

સવાલ: ચુંટણી અને ક્રિકેટ મેચના સમયે લોકો રેડિયોને દિવસભર કાને વળગાવી રાખતા અને જ્યારે આજે લોકો રેડિયોને ભૂલી રહ્યા છે ત્યારે યુવાનો માટે શું સંદેશ?

જવાબ: વર્ષ 1980થી ચંદ્રવદન પટણીને ચૂંટણીનો અનુભવ છે તે વખતે લોકો રેડીયો સાથે રાખીને બેસતા અને જ્યારે પણ આકાશવાણીના કર્મચારીઓ પરિણામો લેવા મતગણતરી કેન્દ્ર જતા ત્યારે આકાશવાણીના કર્મચારીઓને સ્થાનિક લોકો ઘેરી લેતા અને પૂછતાં કે શું સ્થિતિ છે. આજે રેડિયોનું મહત્વ ઘટ્યું નથી અલબત્ત એમાં થોડો ફેર પડ્યો છે કારણકે આજે ઘેર બેઠા ટેલિવિઝન પર બધું જ જોઈ શકાય છે.

આ પણ વાંચો: વિશ્વ રેડિયો દિવસ: અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા રેડિયો દિવસની ઉજવણી !

સવાલ: યુવાનોએ રેડિયોના માધ્યમને સહકાર આપવો જોઈએ અને સતત તેની સાથે સંકળાયેલા રહેવું જોઈએ.

જવાબ: ચંદ્રવદન પટણીએ યુવાપેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજે પ્રસાર માધ્યમો સાથે આપણો સંપર્ક સતત કેળવાયેલો હોવો જોઈએ કારણ કે, આ એક પડકારરૂપ માધ્યમ છે. આજે આકાશવાણી હોય કે કોઈ અન્ય ટીવી ચેનલ હોય તે આજે એક પડકારરૂપ માધ્યમ બન્યું છે. આજે પણ આકાશવાણીમાં પણ અનેક યુવાનો કાર્યરત છે. યુવાનોએ આ માધ્યમને સહકાર આપવો જોઈએ અને સતત તેની સાથે સંકળાયેલા રહેવું જોઈએ.

સવાલ: બોર્ડરના વિસ્તારોમાં આજે પણ ક્યાંક નેટવર્ક કનેક્ટિવિટી નથી, ત્યારે દેશના જવાનો માટે રેડિયોની પણ ભૂમિકા કેવી રહી છે

જવાબ: વર્ષ 1965માં જ્યારે યુદ્ધ થયું, ત્યારે આકાશવાણી દ્વારા દેશના જવાનો માટે સ્પેશિયલ જય ભારતી નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આજે પણ આ કાર્યક્રમ 50 વર્ષથી પણ વધારે સમયથી ચાલુ છે. જેનો સારો લાભ લેવામાં આવી રહ્યો છે. સરહદી જિલ્લા કચ્છમાં રેડીયોનું મહત્વ વિશેષ છે. કારણ કે, અન્ય માધ્યમો સરહદ સુધી પહોંચ્યા નથી. આજે જો સરહદી વિસ્તારમાં કનેક્ટિવિટી મળે તો આજે પણ દેશના જવાનો રેડીયો સાંભળે છે. આજે પણ બન્ની વિસ્તારના ગ્રામજનો આકાશવાણીને સંદેશો મોકલે છે, પોતાની સમસ્યા અંગે પણ માહિતી મોકલે છે અને આકાશવાણીમાં તેનું પ્રસારણ કરવામાં આવે છે જેની સારી અસર પડે છે.

આ પણ વાંચો: કેવડિયામાં FM રેડિયો સ્ટેશનની શરૂઆત

સવાલ: માછીમારોને હવામાન અંગેની ચેતવણી પર રેડિયોના માધ્યમથી જ અપાય છે

જવાબ: આ ઉપરાંત ચંદ્રવદનભાઈ પટણીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા માછીમારોને આજે પણ જ્યારે દરિયામાં માછીમારી કરવા જાય છે, ત્યારે રેડીયો સાથે રાખવાનો આગ્રહ કરવામાં આવે છે. કારણ કે માછીમારોને અવારનવાર હવામાન અંગેની ચેતવણી રેડિયોના માધ્યમથી પણ આપવામાં આવે છે. આ ચેતવણી સાંભળીને કેટલાક માછીમારો પોતાની બોટ લઇને પરત કિનારે આવી જાય છે પરિણામે જાનહાનિ અને અન્ય નુકસાન ઘટી શકયું છે.

સવાલ: આજે પણ રેડિયોનું માધ્યમ પોતાનો રોમાંચ મૂકતો નથી

જવાબ: આમ ભલે ને રેડિયોનું કદ નાનું થયું અને હવે તો મોબાઈલમાં પણ સમાચાર આવવા માંડયા એટલે સમગ્ર પરિસ્થિતિ બદલી ગઈ છે, છતાં પણ રેડિયોનું માધ્યમ પોતાનો રોમાંચ મૂકતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.