વરસાદની ઋતુમાં સૌથી વધુ જો કોઇ ખુશ થતા હોય છે તો એ છે ખેડૂત. જેના થકી લોકોને ભોજનની ઉપલબ્ધિ થાય છે. ત્યારે કચ્છમાં ધીમો ધીમો વરસાદ વરસતા લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા પિયત પાકોનું વાવેતર થઇ રહ્યું છે.
વધુમાં જણાવીએ તો,જિલ્લા ખેતીવાડી વિભાગના કહેવા મુજબ કચ્છમાં હાલ 47,600 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ અબડાસામાં 9,404, નખત્રાણા 8,484, ભુજ 6,968, અંજાર 8,140, રાપર 5,425, માંડવી 5,294, મુંદરા 1,912 અને લખપતમાં 150 તથા સૌથી ઓછું ગાંધીધામમાં 65 હેક્ટરનો સમાવેશ થાય છે.
જ્યારે હાલની પરિસ્થિતિમાં સૌથી જેની વધારે જરૂર છે, તેવા મકાઇ, જુવાર, રજકો અને રજકા બાજરીના ઘાસચારાનું 20,301 હેક્ટરમાં વાવેતર કર્યું છે. તો પિયત ખેતી કરતા ખેડૂતોએ જિલ્લામાં 10,275 હેક્ટરે મગફળીનું વાવેતર કર્યું છે. અન્ય પાકો પર નજર કરીએ તો જિલ્લામાં ગુવાર 18,248, બાજરી 10,762, મગ 9,282, દિવેલા 5,849, મઠ 3,000, તલ 2,728, જુવાર 1,100 અને મિંઢિયાવળ 305 તથા શેરડીનું 30 હેક્ટરમાં વાવેતર થયું છે. આગામી સમયમાં વરસાદ સારો થાય તો જિલ્લામાં મગ અને દિવેલાનું વાવેતર વધી શકે તેમ છે.