કચ્છ: કચ્છમાં લૉકડાઉન વચ્ચે તંત્ર પોલીસ અને આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહયું છે. લોકડાઉનના 17માં દિવસમાં કચ્છમાં ચાર પોઝીટીવ કેસ નોંધાયેલા છે.જેમાંથી માધાપરમાં એક પરીવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકો સારવાર હેઠળ છે.ગુરૂવારે મોકલાયેલા 13 સેમ્પલમાંથી 12ના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
જિલ્લામાં તંત્ર દ્વારા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. ગત 24 કલાકમાં કુલ 2124 વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 44518 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 61 જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવાયા હતા. કચ્છમાં અત્યાસ સુધીમાં 44 વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે,
જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાઇરસના પગલે કુલ 1383 લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 45 જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 જેટલા આઇસોલેશન વોર્ડ છે. અને ટોટલ 30 શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુધી 23ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પોલીસ દ્રારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુું છે. તેમજ લોકડાઉનનો ભંગ કરનાર લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લોકોના વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે.