ETV Bharat / state

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા કચ્છની બે દિવસીય મુલાકાતે

ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. આગામી સમયમાં કચ્છીજનોને પાણીની સમસ્યાનો કોઇપણ રીતે સામનો ન કરવો પડે તે માટે કચ્છ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જઇને નિરીક્ષણ કર્યું હતું. કચ્છના પ્રવેશદ્વાર સામખીયારી પાસે આધોઇ ચોકડી તેમજ ભચાઉ પાસે આવેલા પાણી પુરવઠા વિભાગના હેડવર્કસની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા કચ્છની બે દિવસીય મુલાકાતે
પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયા કચ્છની બે દિવસીય મુલાકાતે
author img

By

Published : May 9, 2020, 8:37 PM IST

કચ્છ: પ્રધાન કુંવરજી બાવળિયાએ કચ્છ જિલ્લાને કોઇપણ રીતે પાણીની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. તો આ સાથે જ આગામી સમયમાં પાણીની ઘટ ઉભી ન થાય અને ઉનાળાના સમયમાં કચ્છના વિશાળ ભૂભાગને ધ્યાને લઇ માગ પ્રમાણે પાણી પૂરુ પાડવાની તાકીદ કરી હતી.

ટપ્પર ડેમની મુલાકાત સમયે પ્રધાને ઉપસ્થિત અધિકારીઓને ટપ્પરથી અંજાર પાણીના પાઇપ લાઇનના ચાલી રહેલા કામને સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તો ટપ્પર ગામમાં પીવાનું પાણી પુરુ પાડતી વર્ષો જૂની લાઇનને નવી નાખવા માટે દરખાસ્ત તૈયાર કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી.

શિણાય ડેમમાં પાણી ભરવા માટે રૂપિયા 19 કરોડના ખર્ચે વધુ કેટલાક વિકાસલક્ષી કામો સૂચવવામાં આવ્યા હતા. ટપ્પર ડેમની મુલાકાત બાદ તેમણે વર્ષામેડી સ્થિત પાણી પુરવઠાના સમ્પ સ્ટેશનની મુલાકાત લઇ અહીં થતી કામગીરીને નિહાળી હતી. વર્ષામેડી બાદ સાપેડા, કુકમા અને લાખોદ સ્થિત સમ્પ સ્ટેશનની મુલાકાત લઇ પાણી વિતરણની કામગીરીથી વાકેફ થયા હતા.

આ મુલાકાત વેળાએ રાજ્યપ્રધાન વાસણ આહિરે પણ પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાની કામગીરીને બિરદાવી હતી. આ વખતે પણ આગામી ઉનાળાના સમયમાં પાણીની સમસ્યા ન થાય તે માટે આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત આ કાફલાએ ભૂજ તાલુકાના ડાકડાઇ, નખત્રાણા તાલુકાના મંજલ, કલ્યાણપર, રસલીયા સ્થિત હેડવર્કસની મુલાકાત લીધી હતી.

સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, મનરેગાના ડાયરેક્ટર મનજી આહિર ઉપસ્થિત રહ્યા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.