- ધારાસભ્યો બદલાઈ ગયા, છતાં પણ સમસ્યા એની એ જ
- અનેક સમસ્યાઓથી લોકો પરેશાન
- જે ઉમેદવાર ચૂંટાઈને આવે તે સમસ્યાનો ઉકેલ લાવે: સ્થાનિકો
ભુજ: કેટલાય વર્ષોથી જે મુખ્ય સમસ્યા કહી શકાય એવી કેનાલ બનાવવા માટે કેટલીવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અહીં પાંચ-પાંચ જેટલા ધારાસભ્ય બદલાઈ ગયા છતાં પણ ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારોએ આ વિસ્તારમાં કોઇ કામગીરી કરી નથી એવો આક્રોશ અહીંના રહેવાસીઓ એ કર્યો હતો.
![ભુજ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-kutch-03-ward-1-ward-chopal-video-story-7209751_16022021164421_1602f_1613474061_613.jpg)
નાની મોટી સમસ્યાઓથી સ્થાનિકો ત્રસ્ત
વોર્ડ નંબર-1નાં રહેવાસીઓને ગટર, રસ્તા, પાણી અને સફાઈની સમસ્યાઓ ઘણા વર્ષોથી પરેશાન કરતી આવી છે. નગર સેવકો નિયમિત રીતે સફાઈ અભિયાન કરતા નથી. માત્ર સ્વચ્છ ભારત મિશન માટે નગરપાલિકા દ્વારા નામ માત્રના અભિયાનો કરવામાં આવે છે. નાના બાળકો રમતા હોય છે ત્યારે ઢોર પરેશાન કરે છે. ઘણા વર્ષોથી અહીંના સ્થાનિકોને ગટર, સફાઈ અને રોડની સમસ્યાઓ સતાવી રહી છે તો આગામી ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ જે કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે તે આ સમસ્યાઓનો ઉકેલ લાવે એવી અહીંના સ્થાનિકોની અપીલ છે.