ETV Bharat / state

Har Ghar Tiranga Campaign: હવાઇપટ્ટી બનાવનારી વિરાંગનાઓની હર ઘર તિરંગા લહેરાવવા અપીલ - Azadi ka Amrit Mohotsav

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના દરેક નાગરિકને હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga )યોજાય રહ્યુ છે. કચ્છના માધાપર ગામની વિરાંગનાઓએ (Viranganao of Madhapar village)સમગ્ર દેશ અને કચ્છવાસીઓને દેશની આન-બાન-શાન સમા રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ઘર ઘર લહેરાવવા અપીલ કરી છે.

Har Ghar Tiranga Campaign: હવાઇપટ્ટી બનાવનારી વિરાંગનાઓની હર ઘર તિરંગા લહેરાવવા અપીલ

author img

By

Published : Aug 4, 2022, 8:37 PM IST

કચ્છઃ હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga ) સમગ્ર દેશભરમાં 13થી 15 ઓગષ્ટ સુધી યોજાનાર છે. વર્ષ 1971ના યુદ્ધમાં (1971 India Pakistan War)પાકિસ્તાનના લશ્કરી વિમાનોએ બોમ્બ ફેકીને હવાઇપટ્ટીને (Bhuj Airport )નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે જીવના જોખમે એક જ રાતમાં રન-વે બનાવનારી ભુજ તાલુકાના માધાપર ગામની વિરાંગનાઓએ સમગ્ર દેશ અને કચ્છવાસીઓને દેશની આન-બાન-શાન સમા રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ઘર ઘર લહેરાવવા અપીલ કરી છે.

હર ઘર તિરંગા લહેરાવવા અપીલ

આ પણ વાંચોઃ CM ભુપેન્દ્ર પટેલે સુરતથી 'હર ઘર તિરંગા' યાત્રાની કરાવી શરૂઆત

ભુજની હવાઇપટ્ટીને રાતોરાત તૈયાર કરી - જીવનના સાતમાં દાયકામાં પહોંચેલી વીરાંગનાઓ (Viranganao of Madhapar village)કાનબાઇ શિવજી, સામુબહેન ખોખાણી, સામુબહેન ભંડેરી અને રતનબહેન હિરાણીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશને અમારી જરૂરિયાત પડી હતી ત્યારે અમે પરિવાર અને નાના બાળકોની પરવા કર્યા વગર જીવના જોખમે રન-વે બનાવવાની કામગીરી કરી હતી. માત્ર એક હાકલ પર અનેક મહિલાઓએ ઘરબાર છોડીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી બોમ્બવર્ષા વચ્ચે ભુજની હવાઇપટ્ટીને રાતોરાત તૈયાર કરીને દેશના રક્ષણમાં અમારૂ યોગદાન આપ્યું હતું. કોઇપણ સંજોગો હોય રાષ્ટ્ર પ્રથમ હોવું જોઇએ.

માધાપરની વિરાંગનાઓ પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ લહેરાવશે - દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના દરેક નાગરિકને હર ઘર તિરંગા લહેરાવવા આહવાન કર્યું છે. આ અભિયાનમાં વીરાંગનાઓ મોખરે રહેશે. 13 થી 15 ઓગષ્ટ સુધી તેઓ પણ પોતાના ઘર પર દેશની એકતા અને ગૌરવના પ્રતિક સમાન રાષ્ટ્રધ્વજને જરૂરથી ફરકાવશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat Cabinet meeting: હર ઘર તિરંગા યાત્રા 4 ઓગષ્ટથી 12 ઓગષ્ટ સુધી યોજાશે, સીએમ સુરતમાં કરાવશે પ્રારંભ

સલામી આપીને શહીદોને દિલથી યાદ કરીએ - વીરાંગનાઓએ દેશ અને કચ્છવાસીઓને પણ દેશની આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીમાં ઉત્સાહથી ભાગ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, દરેક નાગરિકની ફરજ છે કે દેશના ગૌરવ રાષ્ટ્રધ્વજને પુરતા માન-સન્માન સાથે લહેરાવે. આપણા આઝાદીના ઘડવૈયાઓએ આપણી માટે શહીદી વહોરીને રાષ્ટ્રને સ્વતંત્ર કર્યું છે. ત્યારે 13 થી 15 સુધી આપણે તિરંગાને ફરકાવીને પુરતા માન-સન્માન સાથે શાનથી સલામી આપીને શહીદોને પણ દિલથી યાદ કરીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.