ETV Bharat / state

કચ્છ લોકસભા બેઠક પર ફરી એકવાર લહેરાયો ભગવો

કચ્છઃ કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જંગી મતોથી વિજય મેળવ્યો છે.વર્ષ 2014થી કચ્છની બેઠક પર ભાજપની જ સત્તા જોવા મળે છે. આ વખતે પણ એવી  વિનોદ ચાવડાની ઉમેદવારી નોંધાતા સાથે તેમની જીતની નક્કી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા હતા. જે પરિણામ આવતા ખરી સાબિત થઇ છે.

કચ્છ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો
author img

By

Published : May 25, 2019, 4:51 PM IST

કચ્છ લોકસભા બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. કારણ કે,1996થી આ બેઠક પર માત્ર ભાજપની સત્તા જોવા મળે છે. આ વારસાને 2019ના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ 3 લાખ જેટલી સરસાઇથી જીત મેળવીને કાયમ રાખ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર નરેશ મેહશ્વરીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમની સામે વિનોદ ચાવડાએ ભારે બહુમતિ મેળવીને જીત મેળવી છે.

કચ્છ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો
આ વખતે કચ્છમાં કુલ 58.3 ટકા મતદાન નોંધાયું હતુ. જે 2014ની સરખામણીએ ઘણું ઓછું નોંધાયું છે. જેમાં મોરબી સહિત કચ્છ લોકસભા બેઠક પરની સાત વિધાનસભાના મતક્ષેત્રોમાં નોંધાયેલાં કુલ 17,43, 825 મતદારો પૈકી 10,15, 357 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ લોકસભા ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારોએ કચ્છ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 6 લાખથી વધુ મળ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારને 3 લાખ જેટલા મત મળ્યા હતા. આમ, વિનોદ ચાવડાએ ત્રણ લાખની સરસાઇના મતોથી વિજયનો પરચમ લહેરાવ્યો છે.

Intro:કચ્છ લોકસભા બેઠક પર ભાજપના વિનોદ ચાવડાએ  3 લાખ જેટલી જંગી લીડ સાથે વધુ એકવાર ઝળહળતી જીત મેળવી ભાજપનો પરચમ લહેરાવ્યો છે.  શરૂઆતથી જ પોતાના વિજય સાથે સવાઈ સરસાઈનો આશાવાદ વ્યકત કરનાર આ યુવા નેતાએ ત્રણ લાખની લીડનો દાવો  પુરો કરીને કચ્છમાં રાજકીય ક્ષેત્રે પોતાની કુટિલતાનું પણ પરીણામ પુરૂ પાડયું છે.  2014માં થેયલા મતદાન અને 2019ની સરખામણીએ દરેક શહેર દરેક ગામમાં ભાજપના ઉમેદવારે લીડ વધારીને ભાજપના કદાવર નેતાઓમાં ટોપ સ્થાન પર જમાવટ કરી દીધી છે. 

Body:કચ્છમાં ચુંટણીનો માહોલ શરૂ થયો તે સાથે પહેલો ઘા રાણાનો એમ કહીને ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારેથી  ચાવડાની જીત થાય તો લીડ ઘટવાનું ગણિત મંડાતું હતું. પરંતુ, ચાવડાએ 2014માં મળેલી 2.54  લાખની લીડ કરતાં પણ વધુ લીડ મેળવી નવો ઈતિહાસ રચ્યો છે.  2014 પહેલા  એક યુવા કાર્યકર્તા રહેલા અને 2014માં વિજય પ્રાપ્ત કર્યા પછી  આગેવાનોની દિશા પર ચાલતા ચાવડાએ આ વખતે પોતાની તમામ દિશા નકકી કરી અને સાથે જુથબંધી, નારાજગી સહિતના વિવિધ મુદ્દાને પણ દુર કરીને સરસાઈ સાથે સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે હવે તેમણે યુવા  પીઢ નેતાની છાપ ઉભી કરી દીધી છે. 

 1996થી ભાજપનો ગઢ રહેલી કચ્છની બેઠક પર કોંગ્રેસ આ વખતે પણ એકાદ કાંગરો સુધ્ધાં ખેરવી શકી નથી. 17મી લોકસભા ચૂંટણી જંગમાં ભાજપે સાંસદ વિનોદ ચાવડાને રીપીટ કર્યાં હતા. સામે કોંગ્રેસે સ્થાનિક ઉમેદવાર નરેશ મહેશ્વરીને ટિકિટ આપી હતી. 23મી એપ્રિલના રોજ યોજાયેલી ચૂંટણીમાં 58.23 ટકા મતદાન થયું હતું. જે 2014ની તુલનાએ 3.24 ટકા ઓછું હતું. મોરબી સહિત કચ્છ લોકસભા બેઠક પરના સાત વિધાનસભા મતક્ષેત્રોમાં નોંધાયેલાં કુલ 17 લાખ 43 હજાર 825 મતદારો પૈકી 10 લાખ 15 હજર 357 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 8 ઉમેદવારોએ કચ્છ લોકસભા બેઠક પર ઝુકાવ્યું હતુ જો કે સીધો મુકાબલો પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જ રહ્યો હતો. 

 વિનોદ ચાવડાને 6 લાખ  37 હજાર અને 34 મત અને કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 3 લાખ 31 હજાર 521 મત મળ્યાં હતા. . આમ ચાવડાની 3 લાખ પાંચ હજાર 513 મતની સરસાઈ મળી હતી.   ભાજપ-કોંગ્રેસ વચ્ચેના મુખ્ય જંગ બાદ ત્રીજા ક્રમે નોટાને 18 હજાર 761  મત મળ્યાં છે નિખાલસ સ્વભાવ અને હસતો ચહેરો જેમની ઓળખ છે તે વિનોદ ચાવડાએ આ વિજય બાદ હવે .  ભાજપમાં કદાવર નેતાઓના લિસ્ટમાં ટોપનું સ્થાન પણ બનાવી લીધું છે. 

કચ્છમાં 2014માં અબડાસા વિધાનસભામાં ભાજપને 77226 મત મળ્યા હતા જેમાં 27307ની લીડ છે. જે ગયા વર્ષ કરતા 15464 મત વધુ છે. ભૂજ વિધાનસભામાં 98704 મત ભાજને મળ્યા છે જેમાં 49559 મતની લીડ મળી છે 2014 કરતા ભૂજમાં 8738 મતની લીડ વધી છે. અંજારમાં 96084 મતમાંથી 55110 મતની લીડ સાથે 2014 કરતા 9419 મતની લીડ વધી છે. ગાંધીધામમાં 98584 મતમાંથી 52661 મતની લીડ રહી છે જે 2014 કરતા 1418 મત વદુ છે. રાપરમાં 61373 સાથે 28265 મતની લીડ થઈ છે જે 2014 કરતા 7019 મત વધુ છે. મોરબી વિધાનસભામાં 102249 મત સાથે 46453 મતની લીડ મળી છે જે 2014 કરતા  7156 મત વધુ મેળવ્યા છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.