ETV Bharat / state

Vibrant Gujarat Vibrant Kutch : 139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટ શરુ - 3370 crore MoU signed

વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટનો રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ ગાંધીધામ ખાતે પ્રારંભ કરાવ્યો છે. આ નિમિત્તે 139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન થયાં છે.

Vibrant Gujarat Vibrant Kutch :  139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટ શરુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 4:55 PM IST

વિકાસનું એન્જિન વધુ મજબૂત

કચ્છ : ગુજરાત સરકાર દ્વારા 10 થી 12 જાન્યુઆરી-2024 દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ગાંધીધામ ખાતે મીઠા, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ 139 MSME એકમો સાથે રૂ.3370 કરોડના MoU સાઈન થયા હતા.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T - ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને પોલીસીનું સરળીકરણ છે. ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. કચ્છમાં સરકારના પ્રયાસોના લીધે અનેક ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. રોડ રસ્તાની કનેક્ટિવિટી, ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, સિંગલ વિન્ડો સર્ટિફિકેશન, પોર્ટનો વિકાસ વગેરે સરળીકરણના લીધે કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા છે. વડાપ્રધાનશ્રીના વિઝનના લીધે કચ્છ વિનાશક ભૂકંપમાંથી બેઠું થયું છે અને દેશમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે...જગદીશ વિશ્વકર્મા ( રાજ્યપ્રધાન, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ )

વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ : ગાંધીધામના ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે વાઇબ્રન્ટ કચ્છ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યપ્રધાન જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' એટલે, નોલેજ શેરિંગ, સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને ગુજરાતનું ગ્રોથ એન્જીન. વાઈબ્રન્ટ એટલે 3T- ટેલેન્ટ, ટેક્નોલોજી અને ટ્રાન્સપરન્સીની સાથે વિકાસનું એન્જિન વધુ મજબૂત બનાવવું. ગુજરાતમાં લોકો આવે છે એનું કારણ છે, શ્રેષ્ઠ તકો, પૂરતી સુરક્ષા અને પોલીસીનું સરળીકરણ.

વિવિધ ઉદ્યોગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા : રીન્યુએબલ અને સોલાર એનર્જી , સ્ટીલ અને મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ઓટો મોબાઈલ , ટીમ્બર અને પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ, શીપીંગ, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ વિવિધ ક્ષેત્રના 40 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જયારે સરકારી વિભાગના 10 સ્ટોલ અને કચ્છની હસ્તકલાના 25 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.

10,000 હેક્ટર પ્રિ-ક્લિયર જમીનની લેન્ડ બેંક બનાવવામાં આવી : કચ્છ કલેકટર અમિત અરોરાએ કચ્છની તમામ વિગતો પ્રેઝન્ટેશન બાબતે જણાવી હતી. આજે કચ્છ ઔદ્યોગિક એકમો માટેનું હબ બન્યું છે. કચ્છ આજે ઔદ્યોગિક એકમો માટે મહત્વનું ડેસ્ટિનેશન છે. હાલમાં કચ્છમાં 10,000 હેક્ટર પ્રિ-ક્લિયર જમીનની લેન્ડ બેંક બનાવવામાં આવી છે. કચ્છના ક્ષેત્રફળ, કોસ્ટલાઈન,રોડવે, રેલવે, વોટરવે, એરવે, ખાણ ખનીજ, પોર્ટ, મીઠા ઉદ્યોગ, કંપનીઓ, ટીમ્બર ઉદ્યોગ, ગ્રીન એનર્જી, થર્મલ પાવર વગેરેની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી અને રોકાણકારોને કચ્છમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.

કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા : ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં વાઈબ્રન્ટ ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન છે. કચ્છમાં સરકારના પ્રયાસોના લીધે અનેક ઉદ્યોગોએ રોકાણ કર્યું છે. રોડ રસ્તાની કનેક્ટિવિટી, ચોવીસ કલાક સાતત્યપૂર્ણ વીજ પુરવઠો, સિંગલ વિન્ડો સર્ટિફિકેશન, પોર્ટનો વિકાસ વગેરે સરળીકરણના લીધે કચ્છમાં ઉદ્યોગો વિકસ્યા છે. વડાપ્રધાનના વિઝનના લીધે કચ્છ વિનાશક ભૂકંપમાંથી બેઠું થયું છે અને દેશમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે.

વાયબ્રન્ટ કચ્છ જાણે રાજ્યકક્ષાની વાઈબ્રન્ટ ઈવેન્ટ : જગદીશ વિશ્વકર્માએ કચ્છમાં યોજાયેલી વાયબ્રન્ટ કચ્છ સમિટને રાજ્યકક્ષાની વાઈબ્રન્ટ ઈવેન્ટ યોજાઇ રહી હોય તેવી ગણાવી હતી. કોઈપણ દેશ એક રાજ્ય સાથે MoU કરે તે અકલ્પનીય ઘટના વાઈબ્રન્ટ ગુજરાત સમિટથી શક્ય બની છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયાસથી ઔદ્યોગિક રોકાણ વધીને રૂ.1.40 કરોડ સુધી પહોંચ્યું છે. અનેક મુશ્કેલીઓમાંથી બેઠા થયેલા કચ્છના લોકોની ખુમારીને વંદન છે અને કચ્છી માડુઓના ખમીર અને સરકારના વિઝન થકી જ કચ્છ ફરીથી ધમધમતું થયું છે.

કચ્છ માત્ર એક પ્રદેશ નહીં સાંસ્કૃતિક વિરાસતનો વારસો‌ : દેશના GDP માં ગુજરાતનો હિસ્સો અંદાજે 8.4 ટકા છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા હિસ્સો ગુજરાતનો છે તો ભારતના કુલ એક્સપોર્ટમાં 33 ટકા ગુજરાતની ભાગીદારી છે. ગુજરાતમાં 13 લાખથી વધુ MSME રજીસ્ટર્ડ છે .આજે ગુજરાતના તમામ જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. આજે ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. કચ્છ એ માત્ર એક પ્રદેશ નથી, સાંસ્કૃતિક વિરાસતનો વારસો‌ છે. વધુમાં વધુ રોકાણ કરીને કચ્છના વિકાસ થકી દેશના વિકાસમાં સહભાગી થવા ઉદ્યોગકારોને અપીલ કરવામાં આવી હતી.

વડાપ્રધાન દીર્ઘદ્રષ્ટિથી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તેનું ઉદાહરણ બની છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકાર વિકાસના રથને આગળ વધારી રહી છે. આજે ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. કચ્છ એ માત્ર પ્રદેશ નથી, સાંસ્કૃતિક વિરાસતનો વારસો‌ છે. વધુમાં વધુ રોકાણ કરીને કચ્છના વિકાસ થકી દેશના વિકાસમાં સહભાગી થવા રાજ્યપ્રધાને ઉદ્યોગ સાહસિકોને અપીલ કરીએ છીએ...પ્રફુલ પાનશેરિયા (કચ્છ જિલ્લાના પ્રભારી પ્રધાન)

રોકાણકારોને થશે લાભ : ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઇ કાનગડએ જણાવ્યું હતું કે,"આ વાયબ્રન્ટ કચ્છ થકી અનેક ઉદ્યોગકારોને ફાયદો થશે અને રોકાણકારોને પણ સરળ અને વ્યવસ્થિત પોલિસી રોકાણ માટે મળી રહેશે સાથે જ કચ્છ કલેકટર દ્વારા જે ઉદ્યોગકારો કચ્છમાં રોકાણ કરવા માંગતા હોય તેમની માટે 10,000 હેક્ટર લેન્ડ બેન્ક તેયાર કરવામાં આવી છે જેનાથી કોઈ પણ એનઓસી વગર રોકાણકારો જમીન મેળવી શકશે તથા વિવિધ ઉદ્યોગોની આસપાસની જમીન પણ રોકાણ માટે ઉપલબ્ધ છે કે કેમ તે પણ જાતે ચકાસી શકશે અને આવનારા સમયમાં કચ્છમાં પોતાના ઔધોગિક એકમો સ્થાપી શકશે.

  1. Kutch News: કચ્છના પ્રસિદ્ધ તીર્થધામ નારાયણ સરોવર ખાતે પ્રવાસીઓ માણી શકશે જંગલ સફારી
  2. Vibrant Gujarat-Vibrant Kutch : ગાંધીધામ ખાતે યોજાશે પ્રી- વાઈબ્રન્ટ ઈવેન્ટ, ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા
  3. Navratri 2023 in Kutch : ગરબા રમતી વખતે હૃદયરોગના હુમલા સહિત ઇમરજન્સીને પહોંચી વળવા ડોકટરોની ટીમ અને એમ્બ્યુલન્સ ગોઠવાશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.