ETV Bharat / state

ભુજમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત - ભુજમાં વરસાદ

વેલ માર્ક લો પ્રશેરના કારણે કચ્છના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Unseasonal rains in Bhuj, farmers worried
ભુજમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત
author img

By

Published : Oct 19, 2020, 8:53 PM IST

  • કચ્છમાં કમોસમી વરસાદ વરસ્યો
  • કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત
  • લો પ્રેશરના કારણે નોંધાયો વરસાદ
  • ભુજમાં 20 મિ.મી વરસાદ

કચ્છઃ ઓમાન તરફ સરકીને અરબી સમુદ્રમાં સમાઈ જનારા વેલ માર્ક લો પ્રેશરની અસર હેઠળ આજે એટલે કે સોમવારે સતત ચોથા દિવસે કચ્છમાં વિવિધ જગ્યાએ વરસાદ નોંધાયો છે. ભુજ અબડાસા સહિતના શહેરો ગામોમાં ક્યાંક ધોધમાર અને ક્યાંક ઝાપટા રૂપે પડેલા વરસાદને પગલે જગતનો તાત પણ મુશ્કેલીમાં મૂક્યો છે. જો કે, હવામાન વિભાગે આવતીકાલે મંગળવાર સુધીમાં સ્થિતિ પૂર્વવત થઇ જવાની સંભાવના વ્યક્ત કરી છે.

ભુજમાં વરસાદ

વેલમાર્ક લો પ્રેશરની અસર તળે કચ્છના પાટનગર ભુજમાં આજે સાંજે 4:00 કલાકે વરસાદ તૂટી પડ્યો હતો. સવારથી ઉકળાટ અને ગરમી વચ્ચે સાંજે વાતાવરણ બદલાયું હતું અને જોતજોતામાં ધોધમાર 20 મિ.મી વરસાદ વરસ્યો હતો.

ભુજમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતિત

ખેડૂતો ચિંતિત

કચ્છના અબડાસા અંજાર નખત્રાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે ખેડૂત ભારે મુશ્કેલી અને ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને ઉભા પાકમાં ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતો માથે માઠી દશા બેઠી છે. કમોસમી વરસાદથી ખેડૂતો તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે.

લો પ્રેશરના કારણે વરસાદ

ભુજના હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે લો પ્રેશરની અસર હેઠળ વરસાદ આવ્યો હતો, પરંતુ 20 ઓક્ટોબર સુધી વાતાવરણ પૂર્વવત થઈ જશે. આમ છતાં ક્યાંક ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.