કચ્છમાં દસેક દિવસથી લખપત તાલુકામાં તીડનું આક્રમણ થયું છે. જેનાથી ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે. ખેડૂતો દવા છાંટી રહ્યા છે. પરંતુ, તીડ જાણે હજુ વિદાય લેવાનું નામ જ નથી લેતા. પ્રથમ મોટી છેરના ખેતરોમાં નુકસાન કર્યુ હતું, ત્યારબાદ આ તીડે કોરિયાણી, કપુરાશી, ફુલરા, ધારેશી, ઘડુલીના ખેતરોમાં પણ મોટી સંખ્યામાં તીડ દેખાયા હતાં.
ધારેશી ફુલરા વચ્ચે ડેમની કેનાલ પાસે પુષ્કળ પ્રમાણમાં તીડની સંખ્યા જોવા મળી રહી છે. તીડના આક્રમણને પગલે ખેતીવાડી વિભાગ દોડી આવ્યો હતો. હાલમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.