ETV Bharat / state

કચ્છના અધિક ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટના ઘરમાં રૂપિયા 91,000ના મુદ્દામાલની ચોરી - Additional Chief Judicial Magistrate

કચ્છ જિલ્લાના નખત્રાણામાં તસ્કરોએ વેપારીઓ કે સામાન્ય નાગરિકના ત્યાં નહિ પરંતુ જજના ઘરમાં 91 હજારની ચોરી કરી હતી.

નખત્રણા પોલીસ સ્ટેશન
નખત્રણા પોલીસ સ્ટેશન
author img

By

Published : Jun 6, 2021, 12:23 PM IST

  • અધિક ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટના બંધ ઘરમાં ચોરીનો બનાવ
  • ઘરમાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી
  • નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી

કચ્છ : નખત્રાણાના મણીનગરમાં ચોરીનો બનાવ બન્યો હતો. અહીં રહેતા અધિક ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ આશીષકુમાર પટેલના બંધ ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેમના પત્ની નીતાબેને નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ વતન ખેડાના કપડવંજમાં આવેલા નરસિંહપુર ગામે ગયા હતા. તે દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં ACPના ઘરમાં થઈ ચોરી, 13 લાખથી વધુના મુદ્દામાલની ચોરી

કામવાળાએ મકાનના તાળા અને તિજાેરીના તાળા તુટેલા જાેયા

કામવાળા બેન ઘરે આવતા તેમણે મકાનના તાળા અને તિજાેરીના તાળા તુટેલા જાેયા હતા. જેથી કામવાળાએ નીતાબેનને જાણ કરતા તેઓ તાત્કાલિક નખત્રાણા દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા.

આ પણ વાંચો : ભરબપોરે જ્વેલર્સની દુકાનના તાળાં તોડી 2.20 લાખના દાગીનાની ચોરી

કુલ 91000ના મુદ્દામાલની ચોરી કરી

તસ્કરો સોનાના ત્રણ પેંડલ, બે નથણી, એક વીંટી, ચાંદીની ત્રણ મૂર્તિ, ચાંદીનો મુખવાસ સેટ અને ત્રણ સિક્કા તેમજ બાળકોની પીગી બેંકમાં રહેલા અંદાજે 6,000 રોકડા મળી કુલ રૂપિયા 91,000ના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ ઈન્ચાર્જ PI એસ. બી. વસાવાએ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.