ETV Bharat / state

1971ના યુદ્ધમાં ભારતે મેળવેલી જીતની ઉજવણી નિમિત્તે જવાનો સાઈકલ રેલીથી કોરોના જાગૃતિ ફેલાવશે - 1971 ભારત પાકિસ્તાન યુદ્ધ

1971માં ભારત–પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો. આ યુદ્ધની સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી નિમિત્તે ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું હતું. ગુજરાત અને રાજસ્થાનમાં 1971 કિમી લાંબી સાઈકલ રેલીને 87 વર્ષીય માનદ કેપ્ટન ગુમાનસિંહે રેલીને સવારે 7 વાગ્યે કચ્છના લખપતના બોર્ડર પિલ્લર નંબર 1175 ખાતેથી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

1971ના યુદ્ધમાં ભારતે મેળવેલી જીતની ઉજવણી નિમિત્તે જવાનો સાઈકલ રેલીથી કોરોના જાગૃતિ ફેલાવશે

author img

By

Published : Nov 26, 2020, 3:28 PM IST

Updated : Nov 26, 2020, 7:58 PM IST

  • 10 ટીમ 1971 કિલોમીટરનો પ્રવાસ કરશે
  • 6 ડિસેમ્બર 2020ના લોંગેવાલામાં રેલીનું સમાપન
  • કોરોના વાયરસ સામે લોકોમાં જાગૃતિ ફોલાવશે
    1971ના યુદ્ધમાં ભારતે મેળવેલી જીતની ઉજવણી નિમિત્તે જવાનો સાઈકલ રેલીથી કોરોના જાગૃતિ ફેલાવશે
    1971ના યુદ્ધમાં ભારતે મેળવેલી જીતની ઉજવણી નિમિત્તે જવાનો સાઈકલ રેલીથી કોરોના જાગૃતિ ફેલાવશે

કચ્છઃ આ સાઈકલ રેલી મારફતે ગ્રામીણ લોકોમાં કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે, જેની મૂળભૂત થીમ સામાજિક અંતર, માસ્ક-સેનિટાઈઝેશન (SMS) રહેશે. આ રેલી મારફતે પૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો, શારીરિક હાની થયેલા તેમ જ દિવ્યાંગજનો સુધી પહોંચવામાં આવશે. પૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને મળવાપાત્ર આર્થિક લાભ, કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે અને તેમને કોઈ પણ સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવામાં આવશે.

યુદ્ધવીરોને રેલી દરમિયાન સન્માનિત કરાશે

1948, 1965 અને 1971ના યુદ્ધના જવાનો અને વીર નારીઓને 10 દિવસની આ રેલી દરમિયાન સન્માનિત કરવામાં આવશે. આ સાઈકલ રેલી કોણાર્ક કોર્પ્સના વિવિધ ફોર્મેશન, ભારતીય એરફોર્સ, ભારતીય નેવી, ભારતીય કોસ્ટગાર્ડ અને સરહદી વિસ્તારોમાં કોર્પ્સ ઝોનમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના પ્રતિનિધિઓ દ્વારા હાથ ધરવામાં આવશે. આ રેલી અભિયાન એક રિલે ફોર્મેટમાં યોજવામા આવશે, જેમાં પ્રત્યેક ટીમ તેમના નિર્ધારિત કરવામાં આવેલા અંતર સુધી સાઈકલ ચલાવશે અને ત્યાંથી આગળના ફોર્મેશનને આગળ વધવા માટે સોંપવામાં આવશે. આ રેલીનું 6 ડિસેમ્બર 2020ના રોજ લોંગેવાલા ખાતે તેનું સમાપન થશે.

સાયકલ રેલી આજે પહોંચશે ભૂજ

આજે ગૂરૂવારે 26 નવેમ્બર 2020ના રોજ બપોરે એક વાગ્યે ભૂજ સ્ટેશનમાં પશ્ચિમ દ્વાર પર તબીબી શિબિરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભાગ લેનારી 10 ટીમ પૈકી સાયકલિસ્ટોની પ્રથમ લેગ ટીમનું આજે સાંજે ભૂજ મિલિટરી સ્ટેશન ખાતે સ્વાગત કરવામાં આવશે.

Last Updated : Nov 26, 2020, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.