કચ્છ : ભુજ ખાતે હોસ્પિટલના મેડિસીન વિભાગના વડા પ્રો.બાબુલાલ બંબોરિયા અને માઇક્રો બાયોલોજી વિભાગના ડૉક્ટર અને એસો.પ્રો.હિતેશ આસુદાનીએ કહ્યું કે, કોરોનાગ્રસ્ત થયા પછી દર્દીઓ પર સ્પરાવલંબી સંજીવ રચના (organism) ઉપર આવેલા પરિવર્તનો ઉપર ગાંધીનગર બાયોટેક ઇન્સ્ટિટયૂટ ખાતે અધ્યયન હાથ ધરશે.
આ પ્રકારનું સંશોધન કરવા માટે અદાણી મેડિકલ કોલેજની ઈથિકલ (નીતિ વિષયક) કમિટીએ પરવાનગી આપતા જી.કે.જનરલમાં સારવાર લેતા કોવિડ-19 દર્દીઓમાં સેમ્પલ સંશોધન માટે મોકલવામાં આવી રહ્યા છે. અદાણી મેડિકલ કોલેજ ભૂજમાં ફોરેન્સિક મેડિકલ વિભાગના હેડ અને પ્રો.ડૉ રોહિત ઝરીવાલાના વડપણ હેઠળ આઠ સભ્યોની નીતિ નિર્ધારિત કમિટી બનાવવામાં આવી છે જે સંશોધન માટે આવા કાર્યો માટે નિર્ણય લે છે.
ભુજ સિવિલમાં સારવાર લેતા કોરોનાગ્રસ્ત દદીઓના વંશસુત્રો પર સંશોધન કરાશે - genealogy of coronary artery disease will be researched
ભુજ ખાતે અદાણી સંચાલિત જી.કે.જનરલ સિવિલ હોસ્પિટલને કોરોના દર્દીઓ માટે આરક્ષિત કર્યા બાદ સારવાર લઈ રહેલા પોઝિટિવ કેસના વંશસુત્રોમાં આવતાં પરિવર્તનો અને પરિણામો ઉપર જીનમ ( RNA-DNA અનુવાશિક જીવ કોષ) ઉપર તલસ્પર્શી સંશોધન કરવામાં આવશે.