ETV Bharat / state

ભંગારની આડમાં યુદ્ધના હથિયાર, સરહદી જિલ્લો કચ્છ બની રહ્યો ગુનાખોરીનું કેન્દ્ર - NIA on kutch drugs case

સરહદી જિલ્લો કચ્છ (Kutch drugs case) અતિ સંવેદનશીલ વિસ્તાર છે ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં હોવાથી દેશના અનેક ખૂંખાર ગુનેગારો છુપાવા માટે આવા વિસ્તાર પર ખાસ પસંદગી ઉતારતા હોય છે. સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો ઘુસાડવાના, દાણચોરી, ઘૂસણખોરી કરવાના કિસ્સાઓ પણ બન્યા છે. સરહદી જિલ્લામાં (center of crime in Gujarat) સુરક્ષા એજન્સીઓની તમામ પાંખો કાર્યરત હોવા છતાં પણ ગુનાખોરી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. આજ ગુનાખોરી પર વાંચો અમારો વિશેષ અહેવાલ "ગુનાખોરીનું કેન્દ્ર કચ્છ"..

ભંગારની આડમાં યુદ્ધના હથિયાર, સરહદી જિલ્લો કચ્છ બની રહ્યો ગુનાખોરીનું કેન્દ્ર

author img

By

Published : Jun 20, 2022, 7:09 PM IST

Updated : Jun 20, 2022, 7:58 PM IST

કચ્છ: દરિયાઇ સીમામાંથી અનેકવાર કેફીદ્રવ્યો (Kutch drugs case) ઝડપાયા છે તથા મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી પણ થતા વ્યવહારો દરમિયાન મિસડિકલેરેશન થકી કેફીદ્રવ્યો ચરસ,હેરોઈન, કોકેઇન, સિગારેટ, રક્ત ચંદન, અમેરિકન ગાંજો, ખસખસ, સોપારી અને પાકિસ્તાન આર્મીની સામગ્રી અનેક વાર મળી આવ્યા છે. જેનાપરથી સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે, કચ્છ જિલ્લામાંથી દાણચોરી અને ગુનાખોરી વધી રહી છે. કરવામાં આવી રહી છે અને ગુનેગારો (center of crime in Gujarat) કોઈ કારસ્તાનો પાર પડે તે પહેલા જ સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઇ રહ્યા છે.

આ પણ વાંચો: રોપ-વે અધવચ્ચે જ અટકી ગઈઃ 5 પ્રવાસીઓ બચાવાયા, જૂઓ વીડિયો

BSFનો જવાન જ ગદ્દાર નીકળ્યો: અગાઉ કચ્છ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (Kutch bsf spy case)નાં ગાંધીધામ યુનિટમાં તૈનાત કાશ્મીરી જવાન મોહમ્મદ સજ્જાદ પણ જાસુસી કરતા ઝડપાયો હતો. ગુજરાતનાં એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા આ જવાનની ધરપકડ કરવામાં આવી હતી, જેથી બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છની ઇન્ટેલિજન્સ એજન્સી (NIA on kutch drugs case)ઓ પણ ચોંકી ઉઠી હતી. મહમ્મદ સજ્જાદ બી.એસ.એફ.ની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહીતી પોતાના મોબાઇલ મારફતે પડોશી દેશ પાકિસ્તાનમાં મોકલતો હતો અને તેના બદલામાં પૈસા મેળવી દેશ વિરોધી પ્રવૃત્તી કરી રહ્યો હતો.

પાકિસ્તાની બોટો અને પાકિસ્તાની માછીમારો ઝડપાયા: ઉલ્લેખનીય છે કે, કચ્છની દરિયાઈ સીમામાંથી અનેકવાર બીએસએફની પેટ્રોલિંગ ટીમે પાકિસ્તાની ફિશિંગ બોટ (Pakistani boat at kutch border) અને પાકિસ્તાની માછીમારોને પણ ઝડપી પાડયા છે. આ પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેક વાર ભારતની સીમામાં આવી જતા હોય છે. જો કે તેમની બોટમાંથી માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવતું.

આ પણ વાંચો: "હરિયાણા બનેગા ખાલિસ્તાન" આતંકીએ વીડિયોમાં આપી ધમકી, 26 જાન્યુઆરીએ મતદાન

15 વર્ષીય પાકિસ્તાની કિશોર સરહદ પાર કરી કચ્છ પહોંચ્યો: ગત વર્ષે કચ્છની સરહદે ફેન્સિંગ પાર કરતો પાકિસ્તાનનો 15 વર્ષીય અલીશેર બીએસએફના હાથે પકડાયો હતો. બોર્ડર સિક્યોરીટી ફોર્સે આ કિશોરની પ્રાથમિક પૂછતાછ કરી ખાવડા પોલીસ સ્ટેશનને સુપ્રત કરી દીધો હતો અને ત્યારબાદ ખાવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા કિશોરને જેઆઈસી મોકલવામાં આવ્યો હતો. પાકિસ્તાનની એજન્સીઓ આમ તો ભારતની સરહદ પર ચાંપતી નજર રાખતી હોય છે તથા પાકિસ્તાનના સૈનિકો સતત બોર્ડર પર ફરતા હોય છે. તો આવામાં આ કિશોરનું ભારતની બોર્ડરમાં આવતા તથા કચ્છના સરહદી વિસ્તારમાં પહોંચી આવતા અનેક સવાલો ઉભા કર્યા હતા. તથા ભારતની જાસૂસી માટે પાકિસ્તાન આવી હરકતો કરી રહ્યું હોવાની સંભાવના પણ વર્તાઈ હતી.

ભારતની સરહદે જાસૂસીની આશંકા: દરિયામાં માછીમારોને ભારત પર નજર રાખવા જેમ ત્યાંથી એજન્સીઓ દુર આવે છે તેમ આ કિશોરનો ઉપયોગ કરીને પોતાનો સ્વાર્થ સાધવા પાકિસ્તાન એજન્સીઓએ ડેમો કર્યો હોય તેવી ચર્ચા પણ થઈ હતી કે પાકિસ્તાનની એજન્સીઓ જાણે છે કે કિશોર હોતા ભારતમાં વધુ સજા નહીં થાય. તથા 18 વર્ષના નાની ઉંમરના સગીરને ભારતમાં વધુ સજા કરાતી નથી જે વાત પાકિસ્તાની એજન્સીઓ જાણે છે. આ તમામ બાબતે ભારતીય એજન્સીઓએ વધારે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ક્ચ્છના અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી ભારતીય એજન્સીને પાકિસ્તાન મરીન સિક્યોરિટીનો બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યો હતો.

ભંગારની આડમાં યુદ્ધની સામગ્રી
ભંગારની આડમાં યુદ્ધની સામગ્રી

ભંગારની આડમાં યુદ્ધની સામગ્રી: આ ઉપરાંત મુન્દ્રા પોર્ટ પર કેન્દ્રીય એજન્સીઓ સાથે કસ્ટમે ગત ફેબ્રુઆરીમાં ઇનપુટના આધારે તપાસ હાથ ધરી હતી અને પોર્ટ પર અટકાવેલા આયાતી ભંગારના કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી મળી આવી હતી. અમદાવાદની સાઈ બંધન ઇન્ફીન્યુયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુન્દ્રા બંદર પર આવેલ હિંદુ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે આફ્રિકાથી આવેલા 10 કન્ટેનર આયાત કરવામાં આવ્યા હતા જેમાં ભંગારનો જથ્થો હતો. કસ્ટમને બાતમી મળી હતી કે આ ભંગારના જથ્થામાં વાંધાજનક સામગ્રી છે જેથી આ કન્ટેનરોને રોકવામાં આવ્યા હતા અને આ 200 ટન જેટલા ભંગારના જથ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: ચોંકાવનારો કિસ્સો: નૂડલ્સ ખાધા બાદ 2 વર્ષના છોકરાનું મૃત્યુ

કન્ટેનરોમાં ભંગારની સાથે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી પણ મળી આવી હતી. બંગાળના સામાન વચ્ચે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઇક્વિપમેન્ટના અવશેષો મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી આયાત થતા ભંગાર પર 200 ટકા ડયૂટી વસૂલવામાં આવતી હોય છે. આ કન્ટેનરો આફ્રિકાથી આવ્યા હોવાના લીધે પાકિસ્તાનથી મુન્દ્રા વાયા આફ્રિકા લાવીને ડ્યૂટી ચોરી કરવામાં આવી હતી.

અંતરિયાળ કચ્છમાં છુપાતા ગુનેગારો: આમ ભારતના સીમાડે આવેલું કચ્છ પહાડ, રણ અને દરિયાઈ સીમા ધરાવે છે અને અવારનવાર પાડોશી પાકિસ્તાન પોતાના નાપાક પેંતરા કરતો આવ્યો છે. ભારતની અલગ અલગ સુરક્ષા એજન્સીઓએ હજુ પણ વધારે સતર્કતા કેળવવી જરૂરી બની રહી છે. ઉપરાંત કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર છે ઉપરાંત અંતરિયાળ વિસ્તારમાં હોવાથી દેશના અનેક ખૂંખાર ગુનેગારો છુપાવા માટે આવા વિસ્તાર પર ખાસ પસંદગી ઉતારતા હોવાથી કચ્છના સ્થાનિકો સતર્ક રહે તે અત્યંત જરૂરી બન્યું છે.

Last Updated : Jun 20, 2022, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.