ETV Bharat / state

Tax Collection Campaign ભુજની આળસુ પ્રજાએ નથી ભર્યો 35 કરોડનો કર, નગરપાલિકા હવે વસૂલશે 'વ્યાજ'

ભુજ નગરપાલિકાએ હવે જેટલા પણ મિલકતધારકોને કર ચૂકવવાનો બાકી છે તેમની સામે નવી ઝૂંબેશ શરૂ (Tax Collection Campaign by Bhuj Nagarpalika) કરી છે. આ સાથે જ નગરપાલિકા ભુજમાંથી 35 કરોડ રૂપિયાનો કર વસૂલ (Bhuj Nagarpalika Office) કરશે.

Tax Collection Campaign ભુજની આળસુ પ્રજાએ નથી ભર્યો 35 કરોડનો કર, નગરપાલિકા હવે વસૂલશે 'વ્યાજ'
Tax Collection Campaign ભુજની આળસુ પ્રજાએ નથી ભર્યો 35 કરોડનો કર, નગરપાલિકા હવે વસૂલશે 'વ્યાજ'
author img

By

Published : Jan 24, 2023, 3:22 PM IST

વેરો ભરપાઈ નહીં કરે તો 18 ટકાએ વ્યાજ વસૂલાશે

ભુજઃ કચ્છના મુખ્યમથક ભુજમાં હજી પણ અનેક એવા મિલકતધારકો છે, જેમને કરવેરો ચૂકવવાનો બાકી છે. ત્યારે હવે ભુજ નગરપાલિકાએ વેરા વસૂલાત ઝૂંબેશ સધન બનાવી છે. શહેરમાં રેસિડન્સ અને કોમર્શિયલ મિલકતધારકોને બાકી લેણા મુદ્દે નોટિસો આપી વેરો ભરવા માટે પાલિકાએ અપીલ કરી છે. તો અત્યાર સુધીમાં પાલિકાએ 35 કરોડમાંથી 10 કરોડ જેટલી રકમ વેરા પેટે વસૂલાત કરી લીધી છે.

આ પણ વાંચો કોર્પોરેશનની આ સ્કીમથી તો કરદાતા સામે આવીને કર ભરશે, કઈ રીતે, જૂઓ

35 કરોડના વેરા વસૂલાતનો ટાર્ગેટઃ ભુજ નગરપાલિકાએ વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત 35 કરોડ રૂપિયાના વેરાની વસૂલાતનો ટાર્ગેટ નક્કી કર્યો છે. માર્ચ મહિનો આવી રહ્યો છે અને હિસાબી ચોપડાની સમીક્ષા અને હિસાબો પૂર્ણ કરવાનો મહિનો હોવાથી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં સૌથી વધુ આવક થશે. ત્યારે બાકીદારોને નોટીસ પાઠવવાની સાથે કનેક્શન કાપવાની કામગીરી પણ કરવામાં આવશે. તેમ જ સરકારની 10 ટકા વળતર યોજના મુદ્દે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.

વેરો ભરપાઈ નહીં કરે તો 18 ટકાએ વ્યાજ વસૂલાશેઃ માર્ચ મહિનો નજીક આવતા ભુજ નગરપાલિકાએ આ ઝૂંબેશ શરૂ કરી છે. જોકે, જાન્યુઆરી મહિના સુધીમા 10 કરોડની આવક થઈ ગઈ છે. ભુજ નગરપાલિકા દ્વારા કોરોના કાળ અને ચૂંટણીની પ્રક્રિયા બાદ હવે માર્ચ મહિનો નજીક હોવાથી આ ઝૂંબેશ હાથ ઘરી છે. આ ઝૂંબેશના ભાગરૂપે રહેઠાણ વિસ્તારોમાં વેરા નહીં ભરનારના ગટર, પાણી અને લાઈટ કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. ઉપરાંત જો સમયસર પોતાનો વેરો ભરપાઈ નહીં કરે તો 18 ટકાએ વ્યાજ પણ વસૂલવામાં આવશે.

વેરા વસૂલાત ઝૂંબેશ સઘનઃ નગરપાલિકાની તિજોરી તળિયાઝાટક છે અને વિકાસના કામો કરવા માટે લોકભાગીદારી જોઈએ, જેથી ભુજ સુધરાઈ દ્વારા શરૂઆતથી જ વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવાઈ હતી. હાલમાં ભાજપના નગરસેવકોને પણ વોર્ડ વાઇઝ બાકીદારો પાસેથી ટેક્સ વસૂલવા જણાવાયું છે. આ વર્ષે નગરપાલિકા દ્વારા રેકર્ડબ્રેક વસૂલાત કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

સ્વભંડોળ મજબૂત કરવા વેરા વસૂલાત ઝૂંબેશઃ ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાની શહેરીજનો પાસે 35થી 40 કરોડ રૂપિયા વેરા પેટે વસૂલાત કરવાના બાકી છે. ભૂજ નગરપાલિકાએ વેરા વસૂલાત ઝૂંબેશ વેગવંતી બનાવી છે. રાજ્ય સરકાર નવા નિયમ મુજબ શહેરીજનો સમયસર વેરો નહીં ભરપાઈ કરે તો એક એપ્રિલથી 18 ટકા વ્યાજ વસૂલવામાં આવશે. શહેરીજનો સમયસર પોતાનો વેરો ભરપાઈ ના કરતાં પાલિકાની સ્થિતિ ડામાડોળ બની છે. ભુજ નગરપાલિકાએ પોતાનું સ્વભંડોળ મજબૂત કરવા માટે વેરા વસૂલાત ઝૂંબેશ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.