કચ્છઃ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ મામલતદાર સી. જે. પ્રજાપતિ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં તંત્ર સ્ટેન્ડબાય છે. ખાસ કરીને વિવિધ આયોજન કરવા સાથે ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે. આ સાથે વીજળી સંચાર અને તાલુકામાં બચાવ દળની ટીમને તૈયારી કરી દેવામાં આવી છે.
આ જિલ્લામાં NDRFની ટીમ તહેનાત કરાઈ
- વલસાડ
- સુરત
- નવસારી
- રાજકોટ
- પોરબંદર
- દેવભૂમિ દ્વારકા
- કચ્છ
ખાસ કરીને કોઝવે લીંક રોડ સંચાર પર ધ્યાન અપાયું છે. બચાવ રાહત માટે NDRFની ટીમ ઉપરાંત સ્થાનિક ટીમોને પણ તહેનાત કરવામાં આવી છે. સોમવારે કચ્છ પહોંચેલી NDRFની ટીમ સાથે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરના માર્ગદર્શન સાથે કાંઠાના વિસ્તારોમાં ભયજનક સ્થિતિમાં પહોંચી વળવા માટે જરૂરી તૈયારી કરવામાં આવી છે.
ભુજ ખાતેના તેનાત કરાયેલી NDRFની બટાલિયન નં-06ના ઇન્સ્પેક્ટર પુષ્પરાજ ત્રિપાઠીએ પત્રકારોને જણાવ્યું હતું કે, અમારી ટીમને કચ્છમાં તહેનાત કરવામાં આવી છે. વિવિધ જરૂરી સાધનો સાથે ટીમના સભ્યો રાહત બચાવ માટે સ્ટેન્ડબાય છે. આ ઉપરાંત સ્થાનિક તંત્ર સાથે વિવિધ ચર્ચા કરી વિસ્તાર અંગે પણ જાણકારી મેળવી લેવાય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ટીમ અને તંત્ર સાથે રહીને તમામ મદદ માટે એલર્ટ મોડ પર છે. સમગ્ર ગુજરાતમાં આ રીતે 10 ટીમ તહેનાત કરવામાં આવી છે.