ETV Bharat / state

ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી લોકડાઉનનો કર્યો વિરોધ - લોકડાઉન લંબાવી દેવાયું

ગુજરાત સરકાર દ્વારા રાત્રી કરફ્યૂની યાદીમાં ભુજને આવરી લેવામાં આવતા શહેરના શેરી ફેરિયાઓએ મુંડન કરાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. આ તબક્કે તેમની માંગ છે કે, જેમ હોટલમાં ટેક અવેની સુવિધા અપાય છે તેવી રીતે ધંધાર્થીઓને પણ ટેક અવેની સુવિધા અપાય તો ગુજરાન ચાલી શકે છે.

ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી લોકડાઉનનો કર્યો વિરોધ

author img

By

Published : May 12, 2021, 5:32 PM IST

  • વેપારીઓનો સરકારની નીતિ સામે પ્રવર્તી રહ્યો છે રોષ
  • ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો
  • સરકારના અધકચરા લોકડાઉનથી વેપારીઓને આર્થિક ભીંસ

કચ્છ: ગુજરાત સરકારે ભુજ શહેરમાં રાત્રી કરફ્યૂ અને દિવસે નિયંત્રણના નામે મીની લોકડાઉન એક સપ્તાહ સુધી લંબાવી દીધું છે. જેના કારણે, વેપારમાં મુશ્કેલી પડતા શહેરના શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. ભુજમાં લોકડાઉનના કારણે શેરી ફેરિયા, ખાણીપીણી ધંધાર્થીઓનો ધંધો મરણપથારીએ પહોંચી ગયો છે. સરકારના અધકચરા લોકડાઉનથી ધંધા બંધ રહેતા નાના વેપારીઓ આર્થિક ભીંસમાં મુકાયા છે. અગાઉ શેરી ફેરિયાઓએ વિરોધ આંદોલનો કર્યા હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી વિરોધ નોંધાવ્યો હતો. સરકારમાં રજૂઆતો છતાં દાદ ન મળતા ઉલટાનું સપ્તાહનું લોકડાઉન લંબાવી દેવાયું છે. ત્યારે, સરકારની નીતિ સામે ફેરિયાઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

ભુજમાં શેરી ફેરિયાઓએ મુંડન કરાવી લોકડાઉનનો કર્યો વિરોધ

આ પણ વાંચો: ભુજમાં હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા ધંધાાદારી અને વેપારીઓને વ્યવસાય કરવા દેવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

હોટલ જેમ ટેક અવેની મંજૂરી આપવા કરાઈ માંગ

ભુજના શેરી ફેરિયાઓએ માંગ કરી કે જેમ હોટલમાં ટેક અવેની સુવિધા અપાય છે તેવી રીતે ધંધાર્થીઓને પણ ટેક અવેની સુવિધા અપાય તો ગુજરાન ચાલી શકે છે. મીડિયા સાથે વાતચીત કરતા શેરી ફેરિયા વેપારી એસોસિએશનના અગ્રણીએ જણાવ્યું હતું કે, સરકારને કોરોનાની ચેઇન તોડવામાં મધ્યમ વર્ગ જ કેમ દેખાય છે. ઝેરોક્ષ કોપીવાળું લોકડાઉન ફરી થોપી દેવાયું છે. કોરોનાથી માણસો નહી મરે પણ આવી નીતિથી વેપારીઓ આર્થિક બોજ અને માનસિક તણાવમાં છે. જેના કારણે, તેઓ આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે. આથી, ભુજના શેરી ફેરિયાઓ મુંડન કરાવી વિરોધ નોંધીવી રહ્યા છે.

આ પણ વાંચો: ભર ઉનાળામાં ભુજ નગરપાલિકાના વોર્ડ નં 1 અને 2 માં પાણીની તંગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.