ETV Bharat / state

નખત્રાણાની બજાર જળબંબાકાર, વરસાદથી રાજ્ય ધોરીમાર્ગ થયો બંધ - kutch rains

હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છના નખત્રાણામાં સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 29 MM વરસાદ નોંધાતા શહેરની મુખ્ય બજારો અને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત, બજારમાંથી પસાર થતાં વોકળામાં ભારે પાણી વહી નીકળતાં રાજ્ય ધોરીમાર્ગ પણ બંધ થયો હતો.

નખત્રાણાની બજાર જળબંબાકાર
નખત્રાણાની બજાર જળબંબાકાર
author img

By

Published : Jul 13, 2021, 7:01 PM IST

  • નખત્રાણામાં વરસાદ બાદ રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો
  • ટ્રાફિક ખોરવાતા વાહનોની લાઇનો લાગી
  • નગરની અંદરથી પસાર થતા વોકળામાં ભારે પાણી વહી નીકળ્યાં

કચ્છ : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે, ત્યારે કચ્છ જિલ્લામાં છેલ્લાં 3 દિવસથી ચોમાસુ ફરી સક્રિય થયું છે. આજે મંગળવારે સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ કચ્છમાં મેઘરાજા મહેરબાન થતાં 6 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો, ત્યારે વરસાદ બાદ નખત્રાણાની બજારમાંથી પસાર થતાં વોકળામાં ભારે પાણી વહી નીકળ્યાં હતાં, આથી રાજ્ય ધોરીમાર્ગ બંધ પણ થયો હતો. આ સાથે, બજારોમાં અને રસ્તાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતો.

નખત્રાણાની બજાર જળબંબાકાર

આ પણ વાંચો: ગીર-સોમનાથ: વેરાવળમાં સીઝનનો પ્રથમ ધોધમાર વરસાદ, 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા

નખત્રાણામાં સામન્ય વરસાદમાં પણ પાણી વહી નીકળ્યાં

નખત્રાણામાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના સમયગાળામા 29 MM એટલે કે, 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો હતો. આટલા સામન્ય વરસાદમાં પણ વોકળામાં બન્ને કાંઠે પાણી વહી ગયા હતાં. આ ઉપરાંત, ગંગા બજારમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આથી, સામાન્ય જનજીવન અને વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થયો હોવાથી સામાન્ય વરસાદમાં પણ નખત્રાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી.

આ પણ વાંચો: Jamnagar Rain Update: લાલપુર, જામજોધપુર, કાલાવડ જેવા વિસ્તારોમાં નોંધાયો વરસાદ

દોઢ કિલોમીટર જેટલી વાહનોની લાઇનો લાગી

ભારે વરસાદની આગાહી વચ્ચે ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી, મુંદરામાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત, હળવાથી ભારે વરસાદના ઝાપટાના કારણે નદી, તળાવો, ચેકડેમમાં નવા નીરની આવક થઈ હતી. દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહીં રાજ્ય ધોરીમાર્ગ પર આવા દ્રશ્યો સર્જાય છે અને વાહનવ્યવહાર ખોરવાઇ જાય છે. આજે મંગળવારે પણ દોઢેક કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની લાઇનો લાગી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.