ETV Bharat / state

Solar Panel in Bhuj: ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા ભુજ સર્કલના 5150 ઘરોમાં લગાવાઈ સોલાર પેનલ - સરકારની સૌર રૂફટોપ યોજના

ભુજના લોકો હવે ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા (Use of solar panels to meet energy needs) સોલાર પેનલ (Solar Panel in Bhuj) તરફ વળ્યા છે. ત્યારે ભુજ સર્કલના 5,150 ઘરોની અગાશીઓમાં સોલાર સિસ્ટમ (Solar panels installed in houses of Bhuj circle) લગાડવામાં આવી છે.

Solar Panel in Bhuj: ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવા ભુજ સર્કલના 5150 ઘરોમાં લગાવાઈ સોલાર પેનલ

author img

By

Published : Apr 15, 2022, 9:28 AM IST

ભુજઃ વર્તમાન આધુનિક યુગમાં ઊર્જાની જરૂરિયાત વધી છે. આથી તેને પહોંચી વળવા (Use of solar panels to meet energy needs) સૌર ઊર્જા એક સરળ વિકલ્પ હોવાથી લોકોમાં પણ સૌર ઊર્જા (Solar Panel in Bhuj) પ્રત્યે જાગૃતિ (People Awareness for solar energy) આવી છે. તેના કારણે લોકો સૌર ઊર્જા તરફ વળી રહ્યા છે. કચ્છ જિલ્લામાં પણ 35.3 મેગાવોટનું સૌર ઊર્જા ઉત્પાદિત થઈ રહી છે. તેવામાં ભુજ સર્કલના 5,150 ઘરોની અગાશીઓમાં ઘર વપરાશ માટે સોલાર સિસ્ટમ (Solar panels installed in houses of Bhuj circle) લગાડવામાં આવી છે.

ભુજ સર્કલના 5150 ઘરમાં ઘર વપરાશ માટે સોલાર સિસ્ટમ

સરકારે પણ ગ્રીન એનર્જી ઉત્પાદન પર મૂક્યો ભાર - મુખ્યત્વે કોલસામાંથી ઉત્પન્ન થતી વીજળીને કારણે પર્યાવરણને નુકસાન થાય છે. આથી સરકારે રાજ્યમાં ગ્રીન એનર્જી ઉત્પાદન (Green energy production) પર વધુ ભાર મુક્યો છે. આ માટે સરકારે સૌર રૂફટોપ યોજના (Government solar rooftop scheme) અમલમાં મુકી છે. આ યોજના શરૂ થઈ ત્યારથી લઈ અત્યાર સુધીમાં ભુજ સર્કલમાં 5150 ઘરોમાં વપરાશ માટે સોલાર સિસ્ટમ લગાડવામાં આવી હોવાનું PGVCLની કચેરી (Solar panels installed in houses of Bhuj circle) ખાતેથી જાણવા મળ્યું છે.

દૈનિક 7 હજાર યુનિટ જનરેટ થઈ રહ્યા છે
દૈનિક 7 હજાર યુનિટ જનરેટ થઈ રહ્યા છે

ભુજ સર્કલના 5150 ઘરમાં ઘર વપરાશ માટે સોલાર સિસ્ટમ - ગુજરાત સરકારે ગ્રીન એનર્જીના ઉપયોગને (Green energy production) પ્રોત્સાહન આપવા અને પરંપરાગત ઉર્જાને ઘટાડવા માટે સૌર ઉર્જા નીતિ હેઠળ ગુજરાત રેસિડેન્શિઅલ સોલાર રૂફટોપ યોજના (Government solar rooftop scheme) વર્ષ 2018-19થી શરૂ કરી છે. આ યોજનામાં સોલાર પેનલના સ્થાપન અને જાળવણી માટે સબસિડી અપાય છે. એક તરફ ફયૂલની કિંમત પ્રતિદિન વધી રહી છે. તેના કારણે વીજળીની ખપત વધવાના કારણે કિંમતમાં પણ ભારે વધારો ઝિંકવામાં આવી રહ્યો છે. રૂફટોપ સોલાર પીવી પેનલ્સ ઈમારતોને વીજળી પૂરી પાડતી હોઈ ગ્રીડમાંથી ઓછી વીજળી ખરીદવાની જરૂર રહે છે, જેનાથી ઉર્જા ખર્ચમાં બચત થાય છે.

આ પણ વાંચો- Double solar panel: ચાઈનાને પણ ટક્કર આપતી ડબલ સોલાર પેનલ સુરતમાં તૈયાર

દૈનિક 7 હજાર યુનિટ જનરેટ થઈ રહ્યા છે - ગ્રીન એનર્જીથી (Green energy production) નાના અને મધ્યમ ઘરના લોકોને આર્થિક રીતે ઘણો જ ફાયદો થાય છે. તો પર્યાવરણ જાળવણીમાં પણ સોલાર રૂફટોપ યોજના (Government solar rooftop scheme) મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. લોકો હવે વીજળીના બિલની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય આગામી સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદન ક્ષમતા વધતી જશે. ભુજ સર્કલના 5150 ઘરોમાં સોલાર રૂફટોપ પેનલો (Solar panels installed in houses of Bhuj circle) લાગેલી છે, જેનાથી 19.3 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. દૈનિક 7 હજાર યુનિટ જનરેટ થઈ રહ્યા છે. તો 446 કોમર્શીયલ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાં સોલાર પેનલો લાગેલી છે. જેના દ્વારા 3.65 મેગાવોટ વીજળી ઉત્પાદીત થઈ રહી છે અને દૈનિક 15 હજાર યુનિટ જનરેટ થઈ રહ્યા છે.

આ પણ વાંચો- solar and portable traffic signal in Rajkot: રાજકોટમાં દેશનું પ્રથમ સોલાર અને પોર્ટેબલ ટ્રાફિક સિગ્નલ મુકાયું

સરકાર તરફથી 20થી 40 ટકા સબસીડી પણ આપવામાં આવી રહી છે - સોલાર પેનલ લગાડવા માટે અને જાળવણી માટે સરકાર તરફથી 20થી 40 ટકા સબસિડી પણ આપવામાં આવી રહી છે, જેમાં 1થી 3 કિલો વોટ સુધીમાં 40 ટકા, 3થી 10 કિલો વોટ સુધીમાં 20 ટકા સરકારી સબસિડી આપવામાં આવે છે. જ્યારે 10 કિલો વોટથી વધુમાં સબસિડી આપવામાં આવતી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.