ETV Bharat / state

Samras Gram Panchayat Maska : વિવિધ જ્ઞાતિની વસતી ધરાવતું ગામ 30 વર્ષ બાદ સમરસ બન્યું

ગ્રામ પંચાયતની ચૂંટણી 2ને હવે માત્ર ગણતરીના જ દિવસો (Gram Panchayat Election 2021) બાકી રહ્યા છે. કચ્છની કુલ 482 ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાંથી 100થી વધુ ગ્રામપંચાયત સમરસ અને બિનહરીફ થઇ છે. માંડવી તાલુકાના મસ્કા ગામને સાંસદ દ્વારા દત્તક લેવાયું (Village adopted by MP) અને આદર્શ ગામનું બિરુદ પણ મળ્યું છે. મસ્કા ગામ 30 વર્ષ બાદ સમરસ (Samras Gram Panchayat Maska) થયું છે. મસ્કા ગામમાં 7000 જેટલી પચરંગી વસતી આવેલી છે અને ગામ સમરસ થયું છે તેવું પ્રથમવાર બન્યું છે. ETV Bharat દ્વારા ગામજનોની મુલાકાત લેવાઈ હતી.

Samras Gram Panchayat Maska : વિવિધ જ્ઞાતિની વસતી ધરાવતું ગામ 30 વર્ષ બાદ સમરસ બન્યું
Samras Gram Panchayat Maska : વિવિધ જ્ઞાતિની વસતી ધરાવતું ગામ 30 વર્ષ બાદ સમરસ બન્યું
author img

By

Published : Dec 11, 2021, 1:24 PM IST

  • ગ્રામ પંચાયતની ચૂંટણીને સંદર્ભે ETV Bharat દ્વારા મસ્કા ગામની મુલાકાત
  • 30 વર્ષ બાદ મસ્કા ગ્રામ પંચાયત સમરસ બની
  • નવી બોડી દ્વારા નવા આરોગ્ય કેન્દ્ર તથા નર્મદના પાણીની માંગણી કરાશે

કચ્છ:મસ્કા ગામમાં અગાઉના સરપંચ કીર્તિભાઇ ગોરે ખૂબ નોંધનીય અને પ્રશંસનીય કામગીરી કરી છે. જેના પરિણામે ગામમાં રોડ, રસ્તા, પાણી,ગટર ,લાઈટ સહિતની પાયાગત સુવિધાઓની વાત ગામના મહિલાઓએ કરી હતી. રોટેશન મુજબ સામાન્ય મહિલાની સીટ છે ત્યારે ગત ટર્મમાં સરપંચ રહી ચૂકેલા કીર્તિભાઇ ગોરના માતા ઉર્મિલાબેન ગોરની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે અને મસ્કા ગ્રામ પંચાયત સમરસ જાહેર (Samras Gram Panchayat Maska) કરવામાં આવી છે.

મહિલાઓ સશક્તિકરણ માટેના અનેક કામો થયા

મસ્કા ગામમાં સરપંચ દ્વારા વિધવા સહાય, બાલિકા પંચાયત, દીકરીઓને આગળ લાવવા માટેના કાર્યો તથા મહિલા સશક્તિકરણ સહિતના કામો કર્યા છે. તો કોરોના કાળમાં સરપંચે સારી કામગીરી કરી તથા કોઈ પણ નાતજાતના ભેદભાવ વિના સારી કામગીરી કરી છે પરિણામે ગામ લોકોએ આ વખતે સમરસ ગ્રામ પંચાયત (Samras Gram Panchayat Maska)માટેની સહર્ષ વાત સ્વીકારી લીધી હતી.

અનેક સમાજ છતાં પંચાયત સમરસ બની

મુખ્યત્વે એક જ સમાજની વસતી હોય ત્યાં ગામ સમરસ બને સ્વાભાવિક છે, પરંતુ મસ્કા ગામ જ્યાં અનેક સમાજ છે અને હાલે 7000ની વસતી છે ગામ સમરસ થતા સમરસતાનો (Samras Gram Panchayat Maska) સાચો સંદેશ વહેતો થયો છે.ચૂંટણી પહેલા (Gram Panchayat Election 2021) અનેક ઉમેદવારો મેદાનમાં હતા અને કદાચ બહુપાંખિયો જંગ ખેલાય એમ પણ હતું, પરંતુ ગત ટર્મમાં સરપંચ કીર્તિ ગોરના વિકાસકાર્ય જોઈને ગામના સૌ વડીલો ભેગા થયા અને આ વખતે સ્ત્રી સામાન્ય બેઠક હતી એટલે પૂર્વ સરપંચ કીર્તિ ગોરના માતા ઊર્મિલાબેનને જવાબદારી સોંપી.

30 વર્ષ બાદ મસ્કા ગ્રામ પંચાયત સમરસ બની

જીવદયાની પ્રવૃત્તિ કરતા ઊર્મિલાબેન ભાઇલાલ મહામહેનતે ઉમેદવારી નોંધાવવા સહમત થયા. સહમતી પછી જ્યોતિબેન મોતા, નવીનભાઇ મોતા વગેરેએ ગામના વિકાસના હિતમાં સામાજિક એક્તા જાળવી રાખવા ઉમેદવારી ન નોંધાવી સમરસતાનો ઐતિહાસિક નિર્ણય લીધો. છેલ્લે 1991માં મોતીલાલ નાથાણીના વખતમાં સમરસ (Samras Gram Panchayat Maska) બન્યા બાદ ફરી મસ્કા 30 વર્ષે સમરસ થયું છે.

કચ્છની કુલ 482 ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાંથી 100થી વધુ ગ્રામપંચાયત સમરસ

નવી બોડી દ્વારા નવા આરોગ્ય કેન્દ્ર તથા નર્મદના પાણીની માંગણી કરાશે

બાલિકા પંચાયતને લઈને પણ અહીં બાલિકા પંચાયતના સરપંચ પણ બિનહરીફ થયા હતા અને બાલિકા પંચાયત પણ સમરસ (Samras Gram Panchayat Maska) થઈ હતી.દીકરી અને મહિલાઓ માટેની કેન્દ્ર સરકારની નીતિની વાત પણ ગામની મહિલાએ કરી હતી. તો યુવા અગ્રણી અને પૂર્વ સરપંચે સાંસદ દ્વારા ગામ દત્તક (Village adopted by MP) લીધું અને આદર્શ ગામની શ્રેણીમાં ગામનો સમાવેશ કરવામાં આવ્યું તથા ગામના અનેક પ્રશ્નો પણ દૂર કરાયા છે, તો હજુ ગામમાં નર્મદાના પાણીનો પ્રશ્ન (Gram Panchayat Election 2021) પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જાય એવી આશા વ્યક્ત કરી હતી તો ગામમાં આરોગ્ય કેન્દ્ર ખૂબ જર્જરિત હાલતમાં છે જે 30 વર્ષ જૂનું છે જેના માટે પણ સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Samras Gram Panchayat Gathaman : બનાસકાંઠાનું અનોખું સમરસ ગામ, જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા પણ ઉદાહરણરુપ

આ પણ વાંચોઃ Samras Gram Panchayat Election 2021: ઉદવાડામાં ઈલેક્શન નહીં સિલેક્શન, સતત 15મા વર્ષે ઉદવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.