ETV Bharat / state

બજેટ 2020 : સરકારે આપી ધોળાવીરાના વિકાસની ખાતરી, સ્થાનિકોમાં આનંદો - કચ્છના તાજા સમાચાર

કેન્દ્રીય બજેટ 2020માં કચ્છના દુગર્મ અને પછાત એવા ખડીર વિસ્તારના હડપ્પીય સાઈટ ધોળાવીરાના વિકાસની જાહેરાત કરવામાં આવી છે. વિકસિત કચ્છ જિલ્લામાં પ્રવાસનના વિકાસ સાથે બાકી રહી ગયેલું આ પગલું પણ આ જાહેરાત સાથે જ પૂર્ણ થઇ ગયું છે. ધોળાવીરાના વિકાસ સાથે જ કચ્છના આસમાને પહોંચેલા વિકાસને ચાર ચાંદ લાગશે તેવી લાગણી વ્યકત કરાઈ રહી છે.

ETV BHARAT
ધોળાવીરા
author img

By

Published : Feb 1, 2020, 11:09 PM IST

કચ્છ: જિલ્લાના પ્રવાસનમાં હાલ સફેદ રણ જગ વિખ્યાત થયું છે. તેમજ ધોળાવીરા પણ કચ્છની એક પ્રવાસનની નાડ બની શકે છે. વર્ષો પહેલા ઉત્ખનન થયેલી સાઈટ નિષ્પ્રાણની સ્થિતિમાં છે. ખુબ જ ઓછી સંખ્યામાં પ્રવાસીઓ આ વારસાને નિહાળવા આવે છે. જો કે, રાજય સરકાર દ્વારા પ્રવાસનના વિકાસ માટે કચ્છના ઘડુલી સાંતલપુર રોડ સર્કિટનું કામ શરૂ કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર હસ્તક આ માર્ગનું નિર્માણ ચાલી રહયું છે, ત્યારે ધોળાવીરા આર્કિયોલોજીકલ સાઈટના વિકાસની જાહેરાતથી ખડીર પંથકના લોકોમાં ખુશી છે. રોજગારી અને પ્રવાસનના વિકાસથી આ વિસ્તારનો પણ વિકાસ થશે તેવી લાગણી આજે વ્યકત કરાઈ હતી.

ધોળાવીરા સાઈટના વિકાસની જાહેરતાથી ખડીરમાં ખુશી

આ અંગે ધોળાવીરાના એક સ્થાનિકે જણાવ્યુ હતું કે, હાલ ધોળાવીમાં આવતા પ્રવાસીઓ માટે સુવિધા નથી અને દુગર્મ વિસ્તાર છે. જેથી જાળવણી અને વિકાસની જાહેરાત આવનારા સોનેરી દિવસોની સાબિતી સમાન જણાઈ રહ્યા છે.

ETV BHARAT
ધોળાવીરા
ETV BHARAT
આર્કિયોલોજીકલ વિભાગ

અન્ય એક સ્થાનિકે આ અંગે જણાવ્યું કે, હાલ ધોળાવીમાં રોજગારી ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ છે. ધોળાવીરાના વિકાસની અને પ્રવાસનના વિકાસની ખૂબ માગ થઈ રહી હતી. આ વચ્ચે આજે બજેટમાં કરાયેલી જાહેરતાથી લોકોમાં ખુશી છે.

સમગ્ર કચ્છની ચારે તરફ પ્રવાસન વિકાસની ખુબ જ શકયતાઓ છે, ત્યારે ધોળવીરા બાકાત રહેતું હોવાની લાગણી જોવા મળતી હતી. પરંતુ આ બજેટમાં દેશની 5 સાઈટ સાથે ધોળાવીરાને પણ આવરી લેવાયું છે, જે આવકારદાયક છે.

Intro:કેન્દ્રિય બજેટ 2020માં કચ્છના દુગર્મ અને પછાત એવા ખડીર વિસ્તારના હડપ્પીય સાઈટ ધોળાવીરાના વિકાસની જાહેરાત કરવામાં આવી છે. વિકસિત કચ્છ જિલ્લામાં પ્રવાસનના વિકાસ સાથે બાકી રહી ગયેલું આ છોગું પણ આ જાહેરતા સાથે જ પુર્ણ થવા તરફ ડગ માંડયા છે. જેને કચ્છ અને ખાસ કરીને ખડીર પંથકમાં આવકારાયું છે.  ધોળાવીરાના વિકાસ સાથે જ કચ્છના આસમાને પહોંચેલા વિકાસને ચાર ચાંદ લાગશે તેવી લાગણી વ્યકત કરાઈ રહી છે. Body:
કચ્છના પ્રવાસનમાં હાલે સફેદ રણ ધોરડો જગ વિખ્યાત થયું છે.તેમ ધોળાવીરા પણ કચ્છની એક પ્રવાસનની નાડ બની શકે છે. વર્ષો પહેલા ઉત્ખનન બાદ સાઈટ હાલે નિષ્પ્રાણ સ્થિતીમાં છે. ખુબ જ ઓછી સંખ્યામાં પ્રવાસીઓ આ વારસો જોવા પહોંચે છે. જોકે રાજય સરકાર પ્રવાસનના વિકાસ માટે કચ્છના ઘડુલ સાંતલપુર રોડની સ્રકિટનું કામ શરૂ કર્યા બાદ હાલે કેન્દ્ર સરકાર હસ્તક આ માર્ગનું નિર્માણ ચાલી રહયું છે ત્યારે ધોળાવીરા આર્કયોલોજીકલ સાઈટના વિકાસની જાહેરાતથી ખડીર પંથકના લોકોમાં ખુશી છે. રોજગારી અને પ્રવાસનના વિકાસથી આ વિસ્તારનો પણ વિકાસ થશે તેવી લાગણી આજે વ્યકત કરાઈ હતી. 
ફલુજીભાઈ રાઠોડના નામના ધોળાવીરાના સ્થાનિકે જણાવ્યુ હતું કે  હાલે ધોળાવીમાં આવતા પ્રવાસીઓ માટે સુવિધા નથી, દુગર્મ વિસ્તાર છે. પણ તેના જાળવણી અને વિકાસની જાહેરાત આવનારા સોનેરી દિવસોની સાબિત સમાન જણાઈ રહયા છે. લાલજી આહીર નામના યુવાને જણાવ્યુ હતું કે હાલ ધોળાવીમાં રોજગારી ઉપરાંત અન્ય સમસ્યાઓ પણ છે.  ધોળાવીરાના વિકાસની અને પ્રવાસનના વિકાસની ખુબ માંગ થઈ રહી હતી આ વચ્ચે આજે બજેટમાં કરાયેલી જાહેરતાથી લોકોમાં ખુશી છે. 
સમગ્ર કચ્છની ચારે તરફ પ્રવાસન વિકાસની ખુબ જ શકયતાઓ છે. ત્યારે ધોળવીરા બાકાત રહેતું હોવાની લાગણી જોવા મળતી હતી પણ આ બજેટમાં દેશની પાંચ સાઈટ સાથે આ ધોળાવીરાને પણ આવરી લેવાયું છે જે આવકારદાયક છે. 

બાઈટ નંબર એક ફુલજી રાઠોડ સ્થાનિક
બાઈટ નંબર બે લાલજી આહીરસ્થાનિક યુવાન 
-- Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.