ETV Bharat / state

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકોટ મહોત્સવની તૈયારીઓ શરૂ - Sukhdev Swarupadasji Maharaj

ભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે દિપોત્સવની અને નવા વર્ષે અન્નકોટ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. સંતો મહંતો અને ભાવિકો દ્વારા મંદિરમાં ભગવાનને અન્નકોટ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 56 ભોગનો પ્રસાદ તૈયાર કરવા માટે 150 સંતો, સાંખ્યયોગીની બહેનો અને ભાવિકો મહેનત કરી રહ્યા છે. 3 હજાર કિલો ફાફડા, મેસુક સહિતના 56 ભોગ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકોટ મહોત્સવની તૈયારીઓ શરૂ

author img

By

Published : Nov 8, 2020, 1:41 AM IST

  • સ્વામિનારાયણ મંદિરમાં અન્નકોટ મહોત્સવની તૈયારીઓ શરૂ
  • ભગવાનને 56 ભોગનો ધરાશે પ્રસાદ
  • સંતો, સાંખ્યયોગીની બહેનો અને ભાવિકો કરી રહ્યા છે સખત મહેનત

કચ્છઃ જિલ્લાના ભુજમાં આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે દિપોત્સવની અને નવા વર્ષે અન્નકોટ મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. સંતો મહંતો અને ભાવિકો દ્વારા મંદિરમાં ભગવાનને અન્નકોટ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. 56 ભોગનો પ્રસાદ તૈયાર કરવા માટે 150 સંતો, સાંખ્યયોગીની બહેનો અને ભાવિકો મહેનત કરી રહ્યા છે.

ભુજ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકોટ મહોત્સવની તૈયારીઓ શરૂ
ભુજ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકોટ મહોત્સવની તૈયારીઓ શરૂ

નવા વર્ષે ભગવાનને 56 ભોગનો અન્નકોટ ધરાવવામાં આવશે

મંદિરના સુખદેવ સ્વરૂપદાસજી મહારાજે ETV ભારતને જણાવ્યું હતું કે, હિન્દુ સમાજ અને સ્વામીનારાયણ સંપ્રદાયમાં અન્નકોટ મહોત્વસનું અનેરૂ મહત્વ છે. નવા વર્ષે ભગવાનને 56 ભોગનો અન્નકોટ ધરાવવામાં આવે છે. નવા ઉપાર્જન, ધન ધાન્યનો ઉપયોગ કરીને ભાવિકો ભગવાનને પ્રેમથી આ ભોગ ધરાવે છે અને ધન્યતા અનુભવે છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધનતેરસના ગાય પુજન, કાળીચૌદસના હનુમાનજીનું પુજન, દિવાળીએ લક્ષ્મીપુજન અને નવા વર્ષે અન્નકોટ મહોત્સવ ઉજવાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

ભુજ સ્વામીનારાયણ મંદિરમાં ભગવાનને 56 ભોગનો અન્નકોટ પ્રસાદ ધરાવ્યા પછી દેશદેશાવરમાં રહેતા લાખો હરિભકતો અન્નકોટ પ્રસાદની રાહ જોતા હોય છે. મંદિર દ્વારા આ તમામ પ્રસાદ ખાસ રીતે પેકિંગ કરીને વિમાન સહિત દ્વારા તેમજ અન્ય રીતે ભાવિકો સુધી આ પ્રસાદ પહોંચાડવામાં આવે છે.

ભાવિકો સાથે મળીને આ ભોગ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે

ભુજ મંદિરના શાસ્ત્રી નારાણમુનિદાસજીએ ETV ભારતને જણાવ્યું હુતં કે, 56 ભોગનો પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી 150 સંતો, સાંખ્યયોગીની બહેનો, ભાવિકો સાથે મળીને આ ભોગ પ્રસાદ તૈયાર કરી રહ્યાં છે. 3 હજાર કિલો ફાફડા, 1 હજાર કિલો મેસુક, 15 કિલો મગજના લાડુ, શકરપારા, સુખડી એમ વિવિધ 56 વ્યજંન તૈયાર થઈ રહ્યા છે. વર્ષમાં એક જ વખત પ્રભુને 56 ભોગનો અન્નકોટ પ્રસાદ તૈયાર કરવામાં સેવા આપતા ભાવિકો ધન્યતા અનુભવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.