ETV Bharat / state

મુન્દ્રા સોપારી કાંડનો મુખ્ય સુત્રધાર પંકજ ઠક્કર ઝડપાયો, 9 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડમાં, થશે નવા ખુલાસા ! - ગાંધીધામ પોલીસ

ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડમાં અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આ ગુનામાં સંકળાયેલો મુખ્ય સૂત્રધાર આરોપી પંકજ ઠકકર પોલીસના હાથે લાગ્યો છે. રાજસ્થાન બોર્ડર પરથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. આ એજ પકંજ ઠક્કર છે જે ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટના બહાને દુબઈથી સોપારીની મુન્દ્રા ખાતે આયાત કરીને ભારતમાં વેંચવા માટેના ગુનાનો માસ્ટર માઈન્ડ છે.

મુન્દ્રા સોપારી કાંડનો મુખ્ય સુત્રધાર પંકજ ઠક્કર ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 9:45 AM IST

કચ્છ: સમગ્ર કચ્છની સાથે ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા કચ્છના સોપારી કાંડના 3.75 કરોડ રૂપિયાના તોડકાંડમાં અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ત્યારે આ ગુનામાં સંકળાયેલ મુખ્ય સૂત્રધાર આરોપી પંકજ ઠકકરની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટના બહાને દુબઈથી સોપારીની મુન્દ્રા ખાતે આયાત કરીને ભારતમાં વેંચવા માટેના ગુનાના માસ્ટર માઈન્ડ પંકજ ઠક્કરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને મુન્દ્રા કોર્ટે તેના 9 ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કર્યાં છે.

રાજસ્થાન બોર્ડર પરથી પંકજ ઠકકરની ધરપકડ: 26 ઓકટોબરના રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાની તટસ્થ તપાસ માટે પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષકે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર એમ.ડી.ચૌધરીને અંગેની તપાસ સોંપી હતી, અને ત્યારથી જ મુખ્ય આરોપી પંકજ ઠકકર ફરાર થઈ ગયો હતો. પોલીસથી નાસતા-ફરતા પંકજ ઠક્કરને પાલનપુર પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડી, SITને હવાલે કર્યો હતો.

અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ: આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી અત્યાર સુધીમાં 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, ત્યારે વધુ એક આરોપીમાં પંકજ ઠક્કરની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. ચૌધરીએ આ સમગ્ર તપાસમાં મહત્વની ભુમીકા ભજવી છે. આ તપાસમાં એક બાદ એક આરોપીઓ અનિલ પંડિત, દિનેશ માસ્તર, મેહુલ ભદ્રા, અજીત જગદાલે, ફિરોજ રાજવાણી, ચિરાગ ગોરી, કનૈયાભાઈ દામા, મોહીત માખીજા અને હવે પંકજ ઠક્કરને ઝડપી લેવામાં આવ્યાં છે.

આરોપીના 9મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર: છેલ્લા દોઢ-બે વર્ષથી સમગ્ર કચ્છ અને રાજ્યમાં ચર્ચામાં રહેનારા સોપારી કાંડની ઘણી કડીઓ હવે સ્પષ્ટ થઈ રહી છે, સતત સામે આવી રહેલા મુખ્ય આરોપી પંકજ ઠક્કરની આખરે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પંકજને પકડીને મુંદ્રા કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે પંકજ ઠક્કરના 9મી ડિસેમ્બર સુધીના જ રિમાન્ડ મંજુર કર્યા છે. આ દરમિયાન પોલીસની પુછપરછમાં વધુ ખુલાસાઓ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કન્ટેનરમાંથી સોપારી કાઢીને મીઠું ભરવામાં આવતું: પોલીસની વધુ પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આ સમગ્ર સોપારી કાંડમાં કન્ટેનરમાં મીઠાનું ડિક્લેરેશન કરીને તેની જગ્યાએ સોપારી ભરીને મુંદ્રા પોર્ટથી લઈ આવવામાં આવતી હતી. જેને મુંદ્રા પાસેના ગોડાઉનમાં ઑરીજનલ સીલ તોડીને કન્ટેનર ખાલી કરીને ફરી તેની જગ્યાએ મીઠુ ભરીને નકલી સીલ લગાડીને ફરીથી કાસેઝમાં પ્રવેશ કરાવવામાં આવતો હતો. સોપારી પર 110% થી વધુ ડ્યુટી હોવાથી તેની દાણચોરી મારફતે રાતોરાત લાખો કરોડો પતી બની શકાય તેમ હોવાથી મીસ ડિક્લેરેશન કરવામાં આવ્યું હતું.

દુબઈથી ડુપ્લીકેટ કન્ટેનર સીલ આવતું: ખોટા સીલ કઈ રીતે આવતા હતા તે અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, પુછપરછમાં સામે આવ્યું છે કે દુબઈથી મનીષકુમાર જૈન નામનો વ્યક્તિ કુરીયર મારફતે પંકજ ઠક્કરને ડુપ્લીકેટ કન્ટેનર સીલ મોકલાવતો હતો, જેમાં ઓરીજનલ સીલ વાળા જ નંબર અંકિત રહેતા હતા. જેથી કન્ટેનરમાં રહેલો દાણચોરીનો માલ ખાલી કરીને ફરી સીલ લગાવીને કાસેઝમાં કન્ટેનરનો પ્રવેશ કરવામાં આવતો હતો. કન્ટેનર ખાલી કરી ફરીથી તેમાં ડિક્લેર કરેલ માલ ભરી નકલી સીલ લગાડવાની કામગીરીમાં પંકજની મુખ્ય ભૂમિકા રહી હતી.

આરોપીઓને પકડવા CRPC 70 મુજબ વોરંટ: મુન્દ્રા સોપારી તોડ કાંડ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં પોલીસને લાંચની રકમ પહોંચાડવામાં વચેટીયાની ભુમિકા ભજવનાર પંકીલ મોહતા અને ક્રિપાલસિંહ વાઘેલાની પણ ધરપકડ કરી છે. જેની જામીન અરજી કરવામાં આવતા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ કોર્ટમાં મજબૂત રજુઆત કરતા આઠમા અધિક સેશન્સ ભુજની કોર્ટે બન્ને આરોપીઓની અરજી નામંજુર કરી હતી અને આ કેસમાં નાસતા ફરતા સસ્પેન્ડ પોલીસ આરોપીઓને પકડવા CRPC 70 મુજબ વોરંટ મળતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. પૂર્વ કચ્છના રાપરમાં ધોળા દિવસે છરીની અણીએ 12.79 લાખની લૂંટ
  2. કચ્છ ન્યૂઝ: ગુજરાત BSFના IG અભિષેક પાઠકે કચ્છના રણમાં આવેલી આંતરરાષ્ટ્રીય બોર્ડરની કરી સમીક્ષા મુલાકાત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.