કચ્છ સીમા સુરક્ષા દળ (Border Security Force) દ્વારા કચ્છના હરામીનાળાના વિસ્તારમાંથી (Haraminala area of Kutch) પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 7 પાકિસ્તાની બોટ જપ્ત (Pakistani boats seized for fishing) કરવામાં આવી છે. છેલ્લા 1 અઠવાડિયામાં 7 પાકિસ્તાની બોટ અને 2 પાકિસ્તાની માછીમારો કબજે કર્યા છે. BSFની પેટ્રોલિંગ પાર્ટી દ્વારા ફિશિંગ બોટને જપ્ત કરી લેવાઈ હતી.
7 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત BSF ભુજની એમ્બુશ પાર્ટીએ (Ambush party of BSF Bhuj) આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હરામીનાળા વિસ્તારમાં કેટલીક પાકિસ્તાની માછીમારી બોટનું અવલોકન કર્યું હતું. પેટ્રોલિંગ ટીમ (BSF Patrol Team) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હરામીનાળા વિસ્તારમાંથી 7 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેકવાર ભારતની સીમામાં આવી જતા હોય છે. આ વિસ્તારમાં સઘન શોધખોળ કર્યા બાદ આજે સવારે સર્ચ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું છે.
બોટમાંથી કોઈપણ શંકાસ્પદ નથી મળી આવ્યું જપ્ત કરાયેલા બોટની સઘન તપાસ કરવામાં આવી હતી. બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં BSFના જવાનો દ્વારા હજુ પણ સઘન શોધખોળ ચાલુ છે.