- સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે અમલવારી જોવા મળી
- શાકભાજી અને નાના ધંધાર્થીઓએ રોજગાર ચાલુ રાખ્યા
- 22 એપ્રિલ ગુરુવારે 214 પોઝિટિવ કેસો નોંધાયા, 6 મોત
કચ્છઃ સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. કચ્છમાં રોકોર્ડ બ્રેક પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે અને મૃત્યુદર પણ સતત વધી રહ્યો છે. ગઈ કાલે કચ્છમાં 214 કેસો નોંધાયા હતા, 6 દર્દીઓના મોત થયા હતા. કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન અનિવાર્ય બની રહ્યું છે અને સરકાર દ્વારા પણ લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે ગણવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ એક સપ્તાહ માટે કુડા ગામ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું
જાહેર બાગ-બગીચાઓ 3 દિવસ સંપૂર્ણ બંધ
રાજકીય નેતાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટેની અપીલ કરી રહ્યા છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા શહેરના જાહેર બાગ-બગીચાઓ અને વોક-વે 3 દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મોટા ભાગના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી
ભુજ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં જ્યાં લોકોની અવરજવર સૌથી વધારે રહેતી હોય છે, ત્યાં હાલમાં અમુક વેપારી દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓએ દુકાનો સ્વૈચ્છિક રીતે બંધ રાખી છે. જ્યારે શાકભાજીના નાના ધંધાર્થીઓ દ્વારા રોજગાર ચાલુ રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ હળવદમાં 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન
જરૂર ન હોય તો ઘરથી બહાર ના નીકળવા કરાઈ અપીલ
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા પણ મીડિયાના માધ્યમથી હાથ જોડીને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જાન હૈ તો જહાં હૈ માટે 3 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન માટે ભુજ નગરમાં રહેવાસીઓ નગરપાલિકા અને વહિવટીતંત્રને સાથ સહકાર આપે. જરૂર ન હોય તો 3 દિવસ માટે ઘરથી બહાર ના નીકળે, સુરક્ષિત રહે તથા કોરોનાનું સંક્રમણ થતા અટકાવીએ અને માસ્ક-સેનિટાઈઝરનો અવશ્ય ઉપયોગ કરીએ.