ETV Bharat / state

Omicron Variant alert in kutch: ઓમિક્રોનને લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક - કોવિડ ગાઈડલાઈન મુજબ હોમ કોરેન્ટાઇન

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ખળભળાટ મચી ગઈ છે. ત્યારે કેન્દ્ર સરકારની સૂચના બાદ કચ્છનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર (Omicron Variant alert in kutch) પણ અલર્ટ થયું છે. વિદેશથી કચ્છ આવતા તમામ લોકો ઉપર કચ્છના આરોગ્ય વિભાગ (Health Department Kutch) દ્વારા નજર રાખવામાં આવશે.આજે વિદેશથી નવ લોકો કચ્છ આવ્યા અને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ તમામ લોકોને કોવિડ ગાઈડલાઈન મુજબ હોમ કોરેન્ટાઇન કરવામાં આવશે અને આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સતત તેમનું મોનીટરીંગ કરવામાં આવશે.

Omicron Variant alert in kutch: ઓમિક્રોનને લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક

author img

By

Published : Dec 2, 2021, 7:21 AM IST

  • કોરોના નવા વેરિયન્ટના ખતરાના લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક
  • વિદેશથી આવતા તમામ લોકો ઉપર આરોગ્ય વિભાગ રાખશે નજર
  • આરોગ્ય વિભાગ વિદેશથી આવેલા તમામ લોકોના આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરશે

કચ્છ: કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ધ્યાનમાં રાખી આરોગ્ય તંત્ર (Omicron Variant alert in kutch) અલર્ટ થયું છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના દેશોમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમીક્રોનની (Corona New Variant Omicron) અસર જોવા મળી રહી છે. જેને પગલે વિશ્વના દેશો દ્વારા પ્રતિબિંધો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની સાથે કચ્છ જિલ્લા તંત્ર પણ નવા વાયરસ સામે લડવા માટે તૈયાર થઈ ગયું છે.

Omicron Variant alert in kutch: ઓમિક્રોનને લઈને કચ્છનું તંત્ર બન્યું સતર્ક

આગામી સમયમાં દરરોજ 3000 RTPCR ટેસ્ટ કરવામાં આવશે: જિલ્લા વિકાસ અધિકારી

જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) ભવ્ય વર્માએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, કચ્છમાં કોરોનાના RTPCR ટેસ્ટ વધારવામાં આવશે. હાલમાં દરરોજ 2000 ટેસ્ટ કરવામાં આવે છે. જે વધારીને 2 થી 3 દિવસમાં દૈનિક 3000 કરવામાં આવશે. ભુજ જિલ્લામાં જી.કે.જનરલ હોસ્પિટલ (Report In GK General Hospital Bhuj) અને આદિપુરમાં રામબાગ હોસ્પિટલમાં (Report Rambagh Hospital Adipur) RTPCR ટેસ્ટ થતા હોવાનું જણાવી 24 કલાકમાં રિપોર્ટ આવી જશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો: Omicron Variant alert in kutch: કચ્છી NRI આવવાને લઇ આરોગ્યતંત્રે નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે સતર્કતા વધારી

આરોગ્ય વિભાગ વિદેશથી આવેલા લોકોનું 8માં દિવસે RTPCR ટેસ્ટ કરશે: જિલ્લા વિકાસ અધિકારી

કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વના 12 દેશોને રિસ્કમાં મુકવામાં આવ્યા છે. જ્યાંથી મુસાફરો આવે તો વધુ સતર્ક રહેવા જણાવાયું છે જેથી આવા 12 દેશમાંથી પહેલી ડિસેમ્બરના દિવસે કચ્છનાં 9 પ્રવાસીઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. જેઓના નામ અને સરનામા સાથેની યાદી આવી છે. જેથી એરપોર્ટ પર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ તેઓ જિલ્લામાં આવશે. ત્યારે 7 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. તેમજ આ દિવસો દરમ્યાન દરરોજ ચેકિંગ કરવામાં આવશે અને 8માં દિવસે રિપોર્ટ દરમ્યાન જો પોઝિટિવ કેસ આવશે તો સારવાર આપવામાં આવશે. ક્વોરેન્ટાઇન થનારા વ્યક્તિ તંત્રને સહકાર આપે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: Omicron Covid variant ગુજરાતમાં ન પ્રવેશે તે માટે તંત્ર સજ્જ, 3 લેયર સિસ્ટમ કાર્યરત થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.