- ભચાઉના જંગી વિસ્તારમાં નીલગાય પર ગોળીબાર કરાયો
- માલધારીઓએ શિકારીઓને પડકાર્યો તો તેમની સામે બંદૂક તાકીને નાસી છૂટયા
- નીલગાયને વનવિભાગ દ્રારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું
કચ્છ: ભચાઉ વિસ્તારમાં વિશાળ પડતર જમીન હોવાથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં જંગલી પશુઓ અહીં રહેતા હોય છે ત્યારે આ વિસ્તારમાં અવારનવાર શિકારની ઘટના બનતી હોય છે. આ વિસ્તારમાં અવારનવાર શિકારના કિસ્સા બનતા હોય છે.
શિકારીઓ ભાગી છુટ્યા
શિકારીઓ દ્વારા નીલગાયને બંદૂકના ભડાકે ગોળીબાર કરીને તેના ગળાનો ભાગ તીક્ષ્ણ હથિયાર વડે કાપી રહ્યા હતા ત્યારે સ્થાનિક માલધારીઓએ તેમને જોઈ લેતા શિકારીઓને પડકાર્યો હતો ત્યારે શિકારીઓએ માલધારી સમક્ષ બંદૂક તાકીને બાઈક પર નાસી ગયા હતા.
નીલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
નીલગાયના શિકારના અંગે ગામમાં માલધારીઓ દ્વારા ફોન કરીને પોલીસ અને વનવિભાગને જાણ કરાયા બાદ વનતંત્રની ટુકડી ત્રણ કલાકે સ્થળ ઉપર પહોંચી હતી.શિકારીઓના ગોળીબારનો શિકાર બનેલા નીલગાયને વનવિભાગ દ્રારા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું.