ETV Bharat / state

આજ બુધવારથી ભુજ અને ગાંધીધામ શહેરમાં સાંજના 8 કલાક બાદ નાઈટ કરફ્યૂ - ભુજના સમાચાર

ગુજરાત હાઇકોર્ટના સૂચનને ઘ્યાને લઇ કોરોનાના સંક્રમણને અટકાવવા તારીખ 07/04/2021થી 30/04/2021 સુઘી રાજ્યના 20 શહેરોમાં દરરોજ રાત્રીના 8 કલાકથી સવારના 6 કલાક સુઘી રાત્રિ કરફ્યૂ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કચ્છ જિલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજ બુધવારથી ભુજ અને ગાંધીધામ શહેરમાં સાંજના 8 કલાક બાદ નાઈટ કરફ્યૂ

author img

By

Published : Apr 7, 2021, 10:53 PM IST

  • 8 વાગ્યા બાદ કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળે દેખાશે તો કાર્યવાહી થશે
  • ભુજ અને ગાંધીધામમાં 30મી એપ્રિલ સુધી રાત્રે 8થી સવારે 6 કલાક સુધી કરફ્યૂ
  • સમગ્ર કચ્છમાં કોવીડ-19ના પગલે 30મી સુધી પ્રતિબંધાત્મક આદેશો જારી
  • જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર રહેશે

કચ્છઃ નોવેલ કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલી છે. ગુજરાત સરકારના તારીખ 06/04/2021ના હુકમથી રાજયમાં COVID-19ની અસર કેટલાક શહેરોમાં વઘારે વર્તાઇ છે.

8 વાગ્યા બાદ કોઈપણ વ્યક્તિ જાહેર સ્થળે દેખાશે તો કાર્યવાહી થશે

આ પણ વાંચોઃ રાત્રી કરફ્યૂ પહેલા આણંદ પોલીસે માસ્ક ન પહેરનારા લોકોને ફટકાર્યો દંડ

કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

આ બાબતની ગંભીરતા ઘ્યાને લેતાં કલેકટર ડી. કે. પ્રવિણા અને જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(CRPC) 1973 (1974ના નં 2)ની કલમ -144 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-34થી તેમને મળેલી અધિકારની રૂએ ફરમાવેલ છે કે, કચ્છ જિલ્લાના ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં તારીખ 07/04/2021થી તારીખ 30/04/2021 સુઘી દરરોજ રાત્રીના 8 કલાકથી સવારના 6 કલાક સુઘી રાત્રી કરફ્યૂ રહેશે.

લોકોને બહાર ના નીકળવાનો આદેશ

આ વિસ્તારના રહેવાસીઓએ પોતાના મકાનની બહાર નીકળવું નહિ તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, સોસાયટીઓ તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવુ નહિ અથવા પગપાળા કે વાહનો મારફતે હરવુ-ફરવુ નહિ.

આ પણ વાંચોઃ હાઇકોર્ટના નિર્દેશ બાદ મહત્વનો નિર્ણય, 20 શહેરોમાં રાત્રિના 8 કલાકથી 6 કલાક સુધી કરફ્યૂ

લગ્ન પ્રસંગે 100થી વધુ લોકોને એકઠા કરી શકાશે નહીં

સમગ્ર કચ્છ જિલ્લામાં તારીખ 10/04/2021થી લગ્ન/સત્કાર સમારંભમાં બંઘ કે ખુલ્લી જગ્યામાં 100થી વઘુ વ્યકિતઓને એકઠા કરી શકાશે નહિ. આ દરમિયાન કોવિડ સંબંઘિત અન્ય માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. કરફ્યૂના સમયના કલાકો દરમિયાન ભુજ શહેર અને ગાંઘીઘામ શહેરમાં લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજી શકાશે નહિ.

કોવિડ સંબંઘિત અન્ય માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે

સમગ્ર કચ્છ જિલ્લામાં તારીખ 07/04/2021થી તારીખ 30/04/2021 સુઘી રાજકીય, સામાજીક અને અન્ય મેળવડા ઉપર સંપુર્ણ પ્રતિબંઘ રહેશે. સમગ્ર કચ્છ જિલ્લામાં કોઇપણ મિટિંગમાં 50થી વઘુ વ્યકિતઓ એકત્ર થઇ શકશે નહિ. આ મિટિંગ દરમિયાન કોવિડ સંબંઘિત અન્ય માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

તમામ સરકારી કચેરીઓ તમામ શનિવાર-રવિવારના બંઘ રહેશે

જિલ્લાની ખેત ઉત્પાદન બજાર સમિતિઓએ (APMC) પણ કોવિડ-19 અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. તારીખ 30/04/2021 સુઘી તમામ સરકારી કચેરીઓ તમામ શનિવાર-રવિવારના બંઘ રહેશે. સરકારી કચેરીઓમાં ખુબજ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓને પ્રવેશ આપવાનો રહેશે. તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સ, ફેસ કવર, હેન્ડ સેનિટાઈઝેશન વગેરે સંબંઘમાં કોવિડ-19ની માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–188 અને ઘ ગુજરાત એપેડેમિક રેગ્યુલુશન, 2020 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 અન્વયે સજાને પાત્ર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.