ભૂજમાં રહેતાં રાજ પરીવારના મહેલમાં કુળદેવી માતાના મંદિરે ચામર વિધી કરાઈ હતી. રાજવી પરીવારના કૃતાર્થસિંહ જાડેજાએ મહેલના કુળદેવી માતાના મંદિરમાં પૂજન કર્યુ હતું. પરંપરાગત રીતે ચામર લઈને માતાના મઢે પ્રસ્થાન કર્યુ. ત્યારબાદ આઠમની સવારે પતરી પૂજન વિધી કરી હતી.
આ રાજવી પરીવાર રાજસતા મા આશાપુરાના સેવક છે. જેમણે આજે પણ પોતાની જૂની પરંપરાને જાળવી રાખી છે. ગત રાત્રે પણ સાતમાં નોરતે માતાના મઢ આશાપુરા મંદિરમાં હવન કરાયો હતો. જેમાં મઢ જાગીના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રિ સિંહજીએ હવન વિધી કરી હતી.
આમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ભૂજમાં આશાપુરા માતાના મંદિરે રાજવી કુંવર ઈન્દ્રજિત સિંહ જાડેજાએ રાજવી મહેલ ખાતે ચામર વિધી કરી હતી. ત્યારબાદ સવારે પતરી વિધી કરી હતી. જેનો લ્હાવો લેવા માટે માડીના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.