ETV Bharat / state

Land Scam: મુન્દ્રા-બારોઇના જમીન કૌભાંડનો આંક 100 કરોડને પાર - લેન્ડ ગ્રેબિંગ એક્ટ

કચ્છ જિલ્લામાં બહુ ગાજેલું સૌથી મોટું Land Scam મુન્દ્રામાં બહાર આવ્યું હતું. એ મુન્દ્રા-બારોઇના જમીન કૌભાંડનો આંક 100 કરોડને પાર પહોંચ્યો છે. ખુદ નગરપાલિકાના સત્તાધીશોએ કલેકટરને લેન્ડ ગ્રેબિંગ તળે કામગીરી માટે રજૂઆત કરી છે અને અગાઉ ચાર મિલકતો પૈકી દસ જમીનધારકોને લેન્ડ ગ્રેબિંગ તળે નોટિસ પણ અપાઇ હતી. તો 37 નહીં પણ 87 મિલકતો ગેરકાયદે આકારણી પર ચડી હોવાનું ચિત્ર સામે આવ્યું છે.

Land Scam: મુન્દ્રા-બારોઇના જમીન કૌભાંડનો આંક 100 કરોડને પાર

author img

By

Published : Oct 1, 2021, 6:41 PM IST

  • જિલ્લાના સૌથી મોટા લેન્ડ ગ્રેબિંગ સ્કેમ 100 કરોડને પાર
  • 37 નહીં પણ 87 મિલકતો ગેરકાયદે આકારણી કરાઈ
  • નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કાર્યવાહી કરવા કલેકટરને કરાઈ રજૂઆત

કચ્છઃ આખા જિલ્લામાં બહુચર્ચિત બનેલ મુન્દ્રા બારોઇ નગરપાલિકાના જમીન કૌભાંડનો (Land Scam) આંક 80 નહીં પરંતુ 100 કરોડને પાર થયો છે. આ ઉપરાંત આકારણી રજિસ્ટર પર 37ને બદલે 87 મિલકતો ગેરકાયદે ચડાવાઈ હોવાનો ચોંકાવનારો અહેવાલ પણ સપાટી પર આવ્યો છે.

ગેરકાયદે જમીન પરના વાડાઓને રેગ્યુલર કરીને કરોડોનું નુકસાન

મુન્દ્રા બારોઇને સંયુક્તપણે પાલિકાનો દરજ્જો મળ્યા બાદ ચૂંટણી અગાઉ આકાર પામેલા સમસ્ત લેન્ડ સ્કેમ કે (Land Scam) જેમાં ગેરકાયદે જમીન પરના વાડાઓને રેગ્યુલર કરીને રૂપિયા લઇને સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કરાયું હતું જે મુદ્દે વિપક્ષી નગર સેવકોએ પ્રબળ વિરોધ નોંધાવતા સત્તામાં આવેલી ભાજપની બોડીએ 2021ના પ્રમુખ સ્થાનેથી મળેલી બીજી સામાન્ય સભામાં સુધરાઈના આકારણી રજિસ્ટર પર ગેરકાયદે ચડાવાયેલી 37 મિલકતોની આકારણી રદ કરી હતી.

વાડા રજિસ્ટરમાં કોઈ પણ જાતની નોંધ પાડવામાં નથી આવી

બોગસ સોગંદનામાના આધારે વાડા તરીકે બોલતી અનેક જમીનો જમીન માફિયાઓને ધરી દેવાઈ ત્યાર બાદ તેની બે થી ત્રણ વખત લેવેચ સુદ્ધાં થઇ ગઈ પરંતુ વાડા રજિસ્ટરમાં તેની કોઈ પણ જાતની નોંધ પાડવામાં આવી નથી. તે આજ પણ જૈસે થે સ્થિતિમાં મૂળ માલિકોના નામે બોલે છે. તે બાબત તગડો ભ્રષ્ટાચાર થયો હોવાની ચાડી ખાય છે. તો આ કૌભાંડ બાબતે વિપક્ષ પણ અનેક આક્ષેપો કરી રહ્યું છે.

87 મિલકતો ગેરકાયદે આકારણી પર ચડી હોવાનું સામે આવ્યું

સરકારી કર્મચારીઓની સંડોવણીની શક્યતાઓ

સામાન્ય નિયમ મુજબ સંલગ્ન ખાતાઓમાં કોઈ પણ તાંત્રિક મંજૂરી મેળવતી વખતે ટાઇટલ ક્લિયર હોવા બાબતની ચકાસણી કરવાની જવાબદારી સક્ષમ ઓથોરિટીની હોય છે. જયારે ઉપરોક્ત કિસ્સામાં પાયાના આધાર પુરાવાઓ ન હોવા છતાં જમીનોના દસ્તાવેજ થઇ ગયા હોવા ઉપરાંત જમીનધારકો પાસેથી જંત્રી પણ ન્યુનતમ વસૂલી સરકારી તિજોરીને મોટો માર આપવાનો પ્રયાસ કરાયો હોવાનું ફલિત થયું છે. તે સંદર્ભે રજિસ્ટ્રાર કચેરી પાસેથી પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. ત્યારે ઉપરોક્ત પ્રકરણમાં અનેક સરકારી કર્મચારીઓના પગ સુધી રેલો જવાની સંભાવના સેવાઈ રહી છે.

વધુ તપાસમાં મોટા ભૂમાફિયાઓના નામ ખુલી શકે છે: વિપક્ષ નેતા

આ જમીન કૌભાંડ (Land Scam) કોંગ્રેસના સઘન પ્રયાસોથી બહાર પાડવામાં આવ્યું છે. શરૂઆતમાં ભાજપશાસિત બોડી આ કૌભાંડને માનવા પણ નહોતા ઈચ્છતા અને આખરે કોંગ્રેસ પાર્ટીના વારંવાર સઘન પ્રયાસોથી આ ભૂમાફિયાઓ નોટિસ પાઠવવામાં આવી છે. હજી પણ આ કૌભાંડની વધારે તપાસ કરવામાં આવે તો આ કૌભાંડનો આંકડો હજી પણ વધી શકે તેમ છે તથા મોટા ભૂમાફિયાઓના નામ બહાર આવી શકે છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે નોટિસ પાઠવવામાં આવી છે: પ્રમુખ મુન્દ્રા નગરપાલિકા

સુધરાઈના સત્તાધીશોએ જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરતાં ગેરકાયદે જમીન ધારણ કરનાર ચાર મિલકતો પૈકી દસ જમીનધારકોને લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે મહેસુલ મામલતદારના માધ્યમથી નોટિસ પાઠવાઇ હતી. જયારે હાલ ગેરકાયદે આકારણી પર ચડેલી મિલકતો 37 નહીં પરંતુ 87 હોવા સાથે કૌભાંડનો (Land Scam) આંક સંભવિત 100 કરોડને ટપી જવાની સનસનીખેજ માહિતી સામે આવી છે.

જે કોઈ પણ હોય તેની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે: કારોબારી ચેરમેન

આ જમીન કૌભાંડમાં (Land Scam) આ અંગે કલેકટર પાસે લેન્ડ ગ્રેબિંગના કાયદા તળે કામગીરી થાય તેવી રજૂઆત પણ કરવામાં આવી છે અને જે કોઈ પણ અધિકારી કે કર્મચારીના નામ આ પ્રકરણમાં ખુલશે તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે.

આ પણ વાંચોઃ ડીસામાં ખોટા દસ્તાવેજ કરી કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચોઃ જામનગર: જાંબુડામાં 3 કરોડની જમીનનું કૌભાંડ કરનાર આરોપીની LCBએ કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.